શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

પ્રિત ને પ્રેત ---હંગામા !!

પીડા નો સમંદર દિલમાં તો હંગામા
દિલમાં કોઈ ખ્વાબ આવે તો હંગામા

ડૂબી ને સાંભળે કિસ્સા મહોબત ના
કિસ્સાને કરું હકીકત તો લો હંગામા

કબીર ને મીંરા ગણાઈ ગયા દિવાના
પાવન કહાની પ્રેમનીને થયા હંગામા

તિરાડોમાં જ જીવી મરે પ્રેમ પંખીના
ડોકિયું કરે પ્રેત તિરાડમાં તો હંગામા
---રેખા શુક્લ

કૄષ્ણા પ્રિતમ !

તૄષ્ણા પ્રણયની પાંખમાં દઈ પીંજર માં બેસાડમાં
કૄષ્ણા શ્વાસની ઝાંખમાં દઈ પીંજર માં બેસાડમાં 
---------------------------------------
           કશમકશ શેષ જિંદગી 
           હસ્તી નો અંશ જિંદગી
           અક્ષરી વંશ છે જિંદગી
           બંદગી ઇશ છે જિંદગી
________________________________

શૄંગાર મારું તું પ્રિતમ રક્ત બળે દુનિયા સિતમ
ખારા આંસુ દઝાડે, રોજ ખોવાય ખોળે પ્રિતમ !

---રેખા શુક્લ 

અક્ષરોની રજાઈ........

અક્ષરોની રજાઈ ની હૂંફ થઈ આવી જોને
સપનાની વાદળીની હેલી વરસી તે જોને
ગુલાબ જેવો બટમોગરો મહેંક લઈ જોને
સુગંધીત બારીનો વાયરો તો થઈ જો ને 
---રેખા શુક્લ 

હ્જુ છે બાકી....!!

બસ શું તું થાકી ગયો ને? દોડ તારી અધુરી
કટકે ઝટકે અંગ વધેરું પ્રાણ હ્જુ છે બાકી

તુજ નામ રહ્યા હજાર વાઅત નથી ત્યાં પૂરી
રોજ માનુ પાડ તુજનો વિશ્વાસ હજુ છે બાકી

મેલ્ટીંગ પોટ નું તું મથાળું ન-જીવી છું ઝુરી
ભરડે ભીંસી શ્વાસ માંગે રક્ત હ્જુ છે બાકી

મણ માંગે મણ દે કણનો હિસાબ રાખ જરૂરી
પરીક્ષા કરી રોજ દઝાડે અગ્નિદાહ છે બાકી
---રેખા શુક્લ 

તુજ તો ગમે છે.....

ખુદા ને અહીં, ખુદા થવું ગમે છે
મન તો છે મોજીલું, ધાર્યું ગમે છે
દિલને દુઃખી કેમ, થવું ગમે છે ?
પ્રેમ ધેલું ફરતું, પાગલને ગમે છે
અંધારું દૂર કરવા,જ્યોત ગમે છે
પેટાવી લે દિપક, તુજ તો ગમે છે
---રેખા શુક્લ 

દાઝ્યું તુજ ને .....

નજર નમી નમાઝ પઢી ગઈ !
ગીતા કુરાન બાઈબલ મઢી ગઈ
રંગારો બની સીડી ચઢી ગઈ !
મને દાઝ્યું તુજ ને વઢી ગઈ !
ફરી ચોમેર પગની કઢી થઈ !!
---રેખા શુક્લ

દિલ દોર્યું નામ લખી ...

ચુમવા આવે હરખપદુડો છે
મોંજા ને વ્હાલ કરવું ગમે છે
રેત-શંખ ને ભિંજાવું ગમે છે
આપણી પગલીઓને ચુમે છે 
--રેખા શુક્લ