શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014

વંદન કરતું ભાવિ ભાગ્યું ...!!


વંદન કરતું ભાવિ ભાગ્યું ...!!

કોરી ધાકોર વાદળી ને તડકા નું બચકું ના સદયુ
ફડફડતી વરસી ને વળગી ગઈ એમાં વાદળ રોયું 

વિજલડી ચમકે એણે સોય પરોવી હૈયે હામ ખોસ્યું
ધરતી ની બળતરા તોયે સોડમ ગટગટાવા રોયું

સૂરજે મંદિર ના ઘુંમટે પહેરાવી ભગવી ધજા જોયું
ઘંટનાદ-શંખનાદ-મંગલ આરતી નું શમણું સેવ્યું
----રેખા શુક્લ

પોપટડી....વરણાગી


પોપટડી વરણાગી લાલ લીલા રંગ માં વિંધાણી છે
ટપકું પાણી બટકું મરચું અંગે અંગે થી સિંધાણી છે

પોપટની ખાંસી એ લીધો ઉપાડ ચોમેર ફેલાણી છે
નજીક રેહવાતું નથી દૂર જવાતુ નથી પિંખાણી છે

અહળંગો લાગ્યો એકમેક ની જુદાઈમાં જોડાણી છે
એક દા'ડો વ્હાલ નો, બીજો શમણામાં રોકાણી છે

પારેવડી ની આવે યાદ ઘૂં-ઘૂં.... માં રોવાણી છે 
મીઠડી પ્રિયતમની હસતા હસતા જ ખરપાણી છે
-----રેખા શુક્લ