સોમવાર, 13 મે, 2013

*********** જન્મી ત્યારે જ જોઈ લો કોઈ પરી અવતરી છે કે શુ?*********************


Name Vaidhe
father harendra (pintu)
mother geeta
birth date 20~07~2006
expdate 17~10~2006
janam ane dead 11agyaras dead dhanteras pela 2 days
 
tene mind ne rachna undhi heart puncutre kidney fail 3month ma 1.5month hospital ma rahi
જન્મી ત્યારે જ જોઈ લો કોઈ પરી અવતરી છે કે શુ?
હું રાજી ના રેડ ને મારી વ્હાલી થાકેલી પણ ખુશ હતી...તમને ગમે તેજ ભગવાને આપી છે...હવે તમે જ કહો ને તેનું નામ શું પાડીશું....પણ મને પુછો ને તો લાગે છે રામજી ની જ વૈદેહી જોઈ લ્યો..હં આ નામ મને પણ ગમી ગયું ને અમે વૈદેહી ને ઘરે લઈ આવ્યા ...ગીતા ના જેવી જ ઉજળી ઉજળી ને મારા જેવી હસમુખી....હરેન્દ્ર તમે જરા વાર પકડો ને હુ નાહી ને આ આવી હો વૈદેહી રડે નહીં તેનું ધ્યાન રાખજો હો....પેહલેથી જ્યારે જ્યારે હનુમાન ચાલીસા બોલું ને ખબર નહીં કેમ તે રડતી હોય તો પણ થૈ જાતી શાંત...તે મને એક નજરે તાંકતી રહે ને હસ્યા કરે...ચપટી વાગે ને નજર તેની ભાગે...અગિયારસ ના જન્મેલી મારી દિકરી આંખોની કીકી ને કાળજા નો કટકો ...રૂદિયા નું કાણું કાઈ જુદુ ગાતું ગાણું એમ ડો. ંમેહતાએ જ્યારે કીધું હું તો ઘા ખાઈ ગયો ને માનવા તૈયાર જ નહોતો ...દોઢ મહીના ની મારી ઢીંગલી ને લઈ ને હુ એક  હોસ્પિટલ થી બીજી હોસ્પિટલે ફર્યો પણ રામજીએ મારી ખુબ કરી પરીક્ષા...હાર્ટ ના વાલ્વ માં કાણું...હોવાથી કીડની પણ થઈ ગઈ ફેઈલ ત્યારે તે હસ્તી થઈ ગઈ બંધ...મારી વ્હાલીમાત્ર ૩ મહિના ની જ હતી પણ રામજી ની પ્યારી થઈ ગઈ...!! હા હજુમને યાદ આવે ્છે તેની મોટી મોટી હસ્તી આંખો...જુલાઈ ૨૦ અગિયારસ ના જન્મેલી મારી ઓક્ટોબર ૧૭ ના રોજ હતી અગિયારસ તે દિવસે પ્રભુ ના ઘરે ચાલી ગઈ. ...mari najare

છંદ માં કર્યો પ્રયાસ ...


મ્હાલવાને રોજ નાનો બાગ આપો
આસપાસે ભુલવાનો રાહ આપો(૧)
કાંગરિયે હંફવાનો ભાગ આપો 
આસપાસે ભુલવાનો રાહ આપો(૨)
મ્હેલવાને રોજ મોટું આભ આપો
આસપાસે ભુલવાનો રાહ આપો(૩)
વાયરાના સાથ માટે પાંખ આપો
આસપાસે ભુલવાનો રાહ આપો(૪)
પુજવાને દેવતાના નામ આપો
આસપાસે ભુલવાને રાહ આપો(૫)
--રેખા શુક્લ 

આપણો સંવાદનલાપ....


ફુટપટ્ટીમાં ઘડી ઘડી ના મુજને માપ
ટમટમ્યાં સિતારા તોયે રાત બની છે સાપ
ચડ-ઉતર માં જી-વન તુ બસ કાપ 
ભીની ઝાંકળ દિલમાં ને થાતો રહે મિલાપ
---રેખા શુક્લ