બુધવાર, 26 ડિસેમ્બર, 2018

रंगीनियां


बहोत हो गई गपशप, फोटु, अल्फाझो की रंगीनियां 
अब थोडा दूर चलके देख खुशीओं की सूनी रंगीनियां
--- रेखा शुक्ला 

મંગળવાર, 27 નવેમ્બર, 2018

सुणो बलमा ....सुणो बलमा !!


सुणो बलमा सांवरे
लहू भी तुम 
धडकन हो तुम 
जान भी तुम 
नैणा बलमा बावरें
---रेखा शुक्ला

સોમવાર, 26 નવેમ્બર, 2018

પ્રકાશપૂંજ

લક્ષ્ય એક એના રસ્તા જુદા જુદા થયા
પાત્ર એક છોને વેશ નવા જૂના વધ્યા
 ---રેખા શુક્લ
આકાર શક્યતાના પડ્યા કરે જળમાં 
વલોણું ભવ્યાતાના ફર્યા કરે બળમાં 
---રેખા શુક્લ
દર્શન દુર્લભતા વળતા પાણીએ સર્યા
અક્ષર વર્ણવતા સઘળા આંસુએ ભર્યા
---રેખા શુક્લ
તારલીની ઓઢી ચુનર ચાંદની ખુશ દોડે
ચંદ્રલકિરે ગંગાધારી શિવાની ભાગી દોડે
---રેખા શુક્લ
ઉડ્યા પર્ણ ખરી, માળે ઉડી ગયા પંખી 
ચૂમે બરફ તરસ્યો.. વિરહમાં ડાળો સૂકી
---રેખા શુક્લ
લટક મટક ધડ્કે જીયા મોરે
લડક ધડક ચંગા નૈણા તોરે
---રેખા શુક્લ
પથ્થરો પીગળે; અભિષેક રે પ્રેમી ધડક
રાજમહેલ સૂણો ખંડેર; પ્રકાશપૂંજ ધડક
---રેખા શુક્લ




શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

પિંજરે...તણખલું


ભાવતું બધું જ મળ્યું જ્યાં સુધી પંખીડુ પિંજરે રહ્યું 
હાસ્ય માં  રૂદન ભળ્યું ત્યાં સુધી શ્વસન પિંજરે રહ્યું 
----રેખા શુક્લ

તણખલું હતું તણાઈ ગયું જોઈ લાગણી ભરમાઈ ગયું 
તણખલું હતું ખોવાઈ ગયું રોઈ લાગણી વહાઈ ગયું !
---- રેખા શુક્લ

કરૂણતા પોકારે


કરૂણતા પોકારે મૄત્યુને
એને જીવવું છે જીવવા તો દેશો ને ?
હજી તો જનમ્યું જ છે હસવા તો દેશો ને ?
ડર લાગે છે મને એના રૂદનનો , ડુંસકા નો
પરખતું નથી હજુ નાદાન છે, થોભી જશો ને ?
ખોવાઇ જશે - કરમાઈ જશે ભોળપણ 
અરે! તેની પણ સજા દેશો ને ?
મશીન બની જીવશે, રોજ મરી ને
રોજ ની જેમ દંશ રોજ દેશો ને ?
---રેખા શુક્લ

ઝાંકળ નીતર્યું નૂરાની મુખડું
પ્રસન્નતા થી ખિલ્યું દિલડું !

----રેખા શુક્લ

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

અક્ષરી જગતે


હસ્તાક્ષર પરણે તોય ઝળહળ્યા ડિજીટલ જગતે
સાત સાત મેઘધનુષ્ય ના રંગે પલળ્યા જગતે 
કબૂતરે રંગ બદલ્યા ઘૂં ઘૂં મલક્યા કીંડલ જગતે
સળગ્યા ફૂટ્યાં ફટકી ચટકી ડરતાં ફરતાં જગતે
પ્રેમ-પત્ર ખોવાઈ ગયા ચડી રવાડે ખોટા જગતે 
ભીંજાયા ને વળગ્યાં ગળે સુવર્ણ અક્ષરી જગતે 
----રેખા શુક્લ 

અંત ક્યાં?


ભોળી સંવેદના ને રંજાડે વેદના તો અંત ક્યાં ?
ભાવના મરે તોય યાતનાનો આખરી અંત ક્યાં?

શ્વાસના વૄધ્ધ પંખીડા ધ્રુજતા ઉડી કહે અંત ક્યાં?
મૄગજળી આશ સપના પૂછે ઝંખનાનો અંત ક્યાં?

તૂટે શ્રધ્ધા રૂઠી રોષે ખળભળે સંભાવના અંત ક્યાં?
સફરમાં ટળવળી ખોળે મૄત્યુ જીવ નો અંત ક્યાં?
----રેખા શુક્લ

નાદાનીયત


ટળવળી નાદાનીયત વૄધ્ધ પામી છે
આખે આખી વૃધ્ધતા પામર પામી છે

નરોવા કુંજરોવા કરી ગંગા વિફરી છે 
શર્ત ભીતરી શુધ્ધતા કંગાળ શર્મી છે

બુધ્ધ બની જા જો પછી હાર ઝુકી છે
ગમતી પળે સળવળી  મર્મ પામી છે

અર્થઘટન શિવાલયે સ્વયં પામી છે
રંગત સંગ માંડે ચોપાટુ કૄષ્ણ પામી છે
---રેખા શુક્લ 

જીરવશો ?


પરસ્પર છેદી વિશ્વાસ; સહેવાસ કેમે જીરવશો ?
ક્યાંથી રહેશે સંબંધ; એ એહસાસ કેમ જીરવશો ?
નાદાન અપેક્ષા ખોળી ચોપાસ અજંપો જીરવશો ?
નર્યો આભાર નવલી ભૂગોળ ઇતિહાસને જીરવશો ?
યાદ સદા મનગમતી વિગ્યાની થકી શે જીરવશો ?
બસ પરસ્પર અરસપરસ ખાલીપો આમ જીરવશો?
---રેખા શુક્લ

પીંખાણું શાણપણ


દિલબર નું જ રટણ; મરું તોય તેનું માંગુ શરણ 
ધડકન ધકધક ને; છળે આંખોમાં રોજ બચપણ 
મહેફુસે મહેફિલ કળુ; ચાહત તણું છે વાતાવરણ 
અંતઃકરણે પ્રાર્થુ; પરમાત્મા સ્મરણ જ એકીકરણ 
એને ગાંડપણ લાગ્યું; ને ભલે પીંખાણું શાણપણ 
જગત જન્નત ગેબી પડઘે; રાત માંગે જાગરણ
---રેખા શુક્લ 

અલી અલી


ક્યા બાત !! નાદાન કરે ઇબાદત અલી અલી 
ને શંકર નું નામ લઈ પીવે ઝેર રે અલી અલી

સવાલી તું ખાલી ન જશે દર થી અલી અલી
ફરમાન હિફાજત, ચાહત દેશે જો અલી અલી

ગુલામ પયગંબર કરી દેશે રાહત અલી અલી
પ્રસંગ વણ્રુ હા  ચિત્ર ના રંગ ભરી અલી અલી

મુકામ સખાવત હસતા ચેહરા રાખો અલી અલી
વક્ત કઠીન કરજો આસાન કહું હવે અલી અલી 
----રેખા શુક્લ

મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2018

પ્રીતનાંં ઘેલાં


પ્રીતનાંં ઘેલાં અમે તો પ્રીતનાં ઘેલાં, અમારા મીન સરોવરના નાતા; મીન સરોવરના નાતા, અમથી મૂક્યા નથી મૂકાતા- અમે તો .... સરોવર સૂકાતાં હંસ ઊડીને, થીર બીજે થઈ જાતા; વિણ પાંખુંના વિહંગડાં અમે, જળ સાથે ઝડપાતાં- અમે તો... ધણને ઘાએ અગનની ફૂંકે, ગાળ્યા એમ ગળાતાં; ખાખ થયા વિણુ આઘા ન ખસતાં, લોઢા લાકડે જડાતાં- અમે તો .... માનવ માટીના જુગજુગ જૂના, સબંધ નિભાવ્યે જાતાં; માંડવે ચોરીના માટ મસાણે, આગ લઈ આગળ થાતાં- અમે તો... એવી લગન છે કલમ અણીથી, અગળાં થઈ સુકાતાં; લહિયા આ સાહ્યું લીલી ન જાણજે, ખૂંટી ધૂળ્ય ખાતાં- અમે તો... કાદવ સરખાં દાદ' કે' કલેવર ને નીર સાથે નાતા; વેઠવા વસમા વિયોગ એના, હૈયાં ચીરાઈ જાતાં- અમે તો... ----કવિ 'દાદ'

પગલાંની માળા


પગલાંની માળા
વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
નજર ગૂંથે પગલાંની માળા.
બે ચાંચડિયે એક જ તરણુંં, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં'તાં જેમ સુધરીના માળા-
નજર ગૂંથે પગલાંની માળા.
ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં'તાં પગપાળાં; 
વિંખાઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું ગાળા-
નજર ગૂંથે પગલાંની માળા.
બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, ક્યાં કરવાં ઊતારા;
આસરો દઈ ઊડાડી મૂક્યાં, વલખે પાંખુવાળા- 
નજર ગૂંથે પગલાંની માળા.
આવન જાવન રહી ન કોઈ, ઊંધી ગયાં અજવાળાં;
બંધ કરી ધર બેસી ગયાં છે, સૂન ઘરને તાળાં-
નજર ગૂંથે પગલાંની માળા.
મરી ગયાં 'દ્વાદલં મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં, 
નજર ગૂંથે પગલાંની માળા.
----કવિ 'દાદ' 

રવિવાર, 19 ઑગસ્ટ, 2018

મેળો..વર્ણન ..


વ્હાલું શરણ તારું આભ નો છેડો
શોધતા મળે ધરણી લાગણી મેળો
---રેખા શુક્લ
વર્ણન ... !!
આંખ્યુ દોરે શબ્દચિત્ર  સાંભળો તો વર્ણન 
કાલુઘેલુ ભાવભીનું હસ્તુ મુખડું તો વર્ણન

આ રૂમ માંથી બીજા રૂમ માં સંતાવું વર્ણન 
સ્મૄતિ ઝાંખુ બાઝે અશ્રુ પલકે વરતું વર્ણન

એક લિસોટો ભીંતે ટાંગ્યો કેવું સુંદર વર્ણન
બદલાણું લો પાત્ર સાનિધ્યે વળગે વર્ણન

સ્વમાનભેર સાદી જિંદગી એજ એક વર્ણન
હાજરીના હસ્તાક્ષર ફોટા કર્યા કરે વર્ણન 

---- રેખા શુક્લ ૦૮/૧૯/૨૦૧૮

ખબરપત્રી


નથી પગ કે નથી પાંખો તોય હવા ચાલતી રહી 
મેજ પરથી ગૈ'તી પડી ધડી કાલે ય ચાલતી રહી

ફોન ફરી ચાલી પડ્યો નંગે પાવ લાશો ઢળી રહી
ધાંય ધાંય કેટલી ગોળીયો બસ આમ ચાલતી રહી

જૂઠ નહીં બોલે આયનો મળ્યા વિના નજર ઢળી રહી
મુખ બંધને બંધાઈ જુબાન ને ખબરપત્રી ભાગતી રહી

ટેકનોબલા યે ઉભી કરેલી ટેકનોસેવી થી બાતમી રહી 
જીન્દગી બંધ કરી, ધડકન શોધવા સંગાથી ચાલતી રહી
---રેખા શુક્લ

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

इश्क ...इश्क


ओये बदमाश फरिश्ते...!!
पानी पर दिल जो भये
लो बारिशमें जले इश्क 
आंखोमें समंदर उभर गये
लो अंग अंग जले इश्क 
--- रेखा शुक्ला

તડકો ભીંજવે ઝૂમતો, બેશરમી વર....સાદ !! નટખટ થઈ ગયો માલદાર !!


લાગણીઓ ને ભીંજવી, મૂશળધાર વળગતો વરસાદ
રોમ રોમ તરસ્યો ભીંજવી, ધારદાર સળગતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર ...!!
કણકણ રીઝ્યું મંદમંદ મહેકાંઇ, સોડમ પીરસતો વરસાદ
પિયુપિયુ મદહોશ મોરલો, આંગણ નાચે પજવતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર...!!
વાદળ પછવાડે વાદળું, ઝાલું બુંદન ઝરમરતો વરસાદ
વારું તુજ પર મેહુલિયા, તરવરાટી ચૂમતો વર...સાદ 
નટખટ થઈ ગયો માલદાર...!!
-------  રેખા શુક્લ ૦૮/૧૨/૨૦૧૮

આર્યા


પકડી આંગળી ભાગતી જાય 
ગુનગુન કરતી ગાતી જાય
વાતુડી સંગ ચાલતી  જાય
'પ્લીઝ' કહી મલકતી જાય
આંખો એમ જ  હસતી જાય 
તરંગમાં આર્યા રમતી જાય
---રેખા શુક્લ 

બુધવાર, 1 ઑગસ્ટ, 2018

સપનું


સ્મરણ માં સપનું છળ થઈ ભળ્યું, લ્યો આખર મુલાકાતી નું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણી મીઠ્ઠી થઈ ફળ્યું. અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું
---રેખા શુક્લ

રવિવાર, 29 જુલાઈ, 2018

चल पडेंगे....


सिर झूकाओगे तो पत्थर देवता हो जायेगा
ईतना मत चाहो उसे वो बेवफा हो जायेगा
हमभी दरियां हैं हमे अपना हुन्नर मालूम हैं
जिस तरफ भी चल पडेंगे रास्ता हो जायेगा
मैं खुदा का नाम लेकर जी रहां हुं दोस्तो
झहर भी इसमें अगर होगा तबाह हो जायेगा
रूठ जाना तो मुहोब्बत की अदा हैं मगर 
क्या खबर थी मुजसे वो इत्ने खफा हो जायेगा
----अंजान 

મંગળવાર, 17 જુલાઈ, 2018

"વાઈટામીન આઈવી" આજકી તાજાખબર


કેમ ફોસ્ટર હોમ બાળકો બદલતા રહે છે ને મા-બાપ  વૄધ્ધાશ્રમે વધ્યા છે
સંત તો અરે હવે ઘરે આવે છે ને જંગલ માં ગુરૂ કોઈ હવે ના વસ્યા છે !!
ગલૂડીયાંને બચોળિયાં ના ઘર બદલે છે, મકાનમાં બંધ માનવી વધ્યા છે
વાર્તા ઓનલાઈન વંચાય ને રામ સીતા મંદિર થી ટી.વી માં વસ્યા છે !!
વાંચશો ત્યારે રામ રામ, બાકી મુખે થી સાંભળ્યા કરીએ રાધે - શ્યામ 
અટપટી ને અનુપમ વાતુ -જાતુ ને ભાતુ જોઈ સૂતા રહે  છે ઘનશ્યામ !!
ડ્રાઈવર લેસ કાર ને ઉડતી કારે, સ્પેસશીપ માં જઈ આવાનું પરગામ 
ગુગલ કરો ને "વાઈટામીન આઈવી" ચડાવો આજકી તાજાખબર શ્યામ !!
-----રેખા શુક્લ  ૦૭/૧૭/૨૦૧૮

ગુરુવાર, 17 મે, 2018

'અહમ બ્રહ્માસ્મિ


પડી જાય છે દિલ કોઈથી છૂટુ અહીં કોઈ થી
ને ભૂલાઈ જાય છે જનેતા કોઈ ભૂલીને કોઈથી

માફ કરવું સહેલું નથી,  તેથી રિસાયું કોઈથી
આગળ વધવું ના વધુ જીવનમૄત્યુ ન કોઈથી

પ્રસુતિની વેદના ના સમજે માત્ર પુરૂષ કોઈથી 
લાંબી કપટી સોચ કુશળની દર્દ સહે ન કોઈથી

મેન્યુપુલેશને નબળી સમજ તુજની છે કોઈથી
ના ઓળખે જનની રોટલો, ઓટલો હૂંફ કોઈથી

દુઃખ છે માત્ર સ્ત્રીએ જ કાયમ સહેવાનું કોઈથી
કારણ 'અહમ બ્રહ્માસ્મિ' શિખર સર છે કોઈથી

----રેખા શુક્લ 

બુધવાર, 16 મે, 2018

उतु-अक्षु कुछ तो बोले..


कल्पनाको आकॄति मिले
नजरोंको नजारां तो मिले
कब तक संभल के चले ?
फिर शायद मिले न मिले
---रेखा शुक्ला

સોમવાર, 30 એપ્રિલ, 2018

લીલી વાડી અને લીલા લહેર


જીવનમાં અસંતોષ થઇ આવે એવી તો અગણિત વાતો બનતી જ રહે છે.
પરંતુ કોઈ દિ’ જરા શાંત ચિત્તે બેસીને વિચારીએ તો આવું ય થઇ આવે, હોં!
- સૌમ્યા જોશી
બસ...લીલી વાડી અને લીલા લહેર 
આજે જીવનબાગના ફુલ છોડવાઓની માવજત કરતા કરતા કવિતા નામે કલ્પતરૂ

તોય આ જિંદગી સરસ રહી

ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!
હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું
છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!!
બુધ્ધુ થઈ  ના ગોત,  હજુ નથી ખોવાઈ
તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ
તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન...!! 
માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંજીલ આગળ
તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ
--રેખા શુક્લ 
આ તો શિકાગો છે, વિન્ડી - સિટી ને કાતિલ ઠંડી દર શિયાળે 
મારું બાળપણનું ઘર યાદ આવે. ક્યારેક સપનામાં રૂબરૂ જઈ 
પણ આવું. મસ્ત મજાનો કૂણો તડકો ચળાઈ ને આવતો હોય. કરેણના ફૂલ નું ઝાડ બાજુમાં બેઠું બારમાસીના ફૂલો સાથે ગેલ કરતું લળી 
લળી વાતુ કરતું હોય. આસોપાલવના કૂણા પાંદડા હસતા હસતા 
ટપકાં મૂકતાં હોય. શાલ ઓઢીને બેઠેલી નાનકી આંખો બંધ કરીને 
તડકો માણતી હોય. ને ઝીણહદી કંઈક ગણગણતી હોય...એને ગાવા નો બહુ શોખ...હજુ પણ રોજ ગાય એના ઝીણા મસ્ત અવાજમાં 
તમને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. 
હરીશભાઈ જગતીયાએ  કેહલું કે હા જે પાસે નથી તે વધુ યાદ આવે. 
થાકેલી હશે, ઝુરેલી હશે ને ઝુકેલી હશે..પાંપણો તારી ઝાંઝરના રવે ટહુકેલી હશે..
સઘળુ તો યાદ કરીને રાખ્યુ હતુ રુમાલમા, જોજે મા પાછુ વળી એમા દિકરી મુકેલી હશે...
પરણીને સાસરે આવો ત્યાર પછી નવા ચેપટર ની શરૂઆત થાય એમાં ગમો ને અણગમો વત્તા-બાદબાકી ની જેમ !! ના જાઓ ત્યારે આવે 
યાદ ને ગયા પછી જીવ તો કામ-ઘર-વર ને બાળકોમાં જ હોય...
એટલે ક્યારેક વિચારું કે મન ને શું જોઈએ છે તે નક્કી કરે એટલી જ વાર બાકી શોધો ભગવાન તો ભગવાન મળે. મન ને વસવસો કરવાની 
આદત હોય છે. જંપે નહીં ને જંપવા દે નહીં.
દીકરો આવે તો દીકરી જોઈએ...કબાટમાં સમાય નહીં તોય કંઇ પહેરવા નથી શોપિંગ કરે જ છૂટકો. ઓલ યુ કેન ઇટ..તો પૈસા કર્યા વસૂલ પણ પછી ડાયટ સોડા લઈ માની લે કે રોજ રોજ કંઈ બહાર થોડા જમીએ 
છીએ !! બધા એમ જ કરે કોઈક જ માને કે  પેટ થોડુ પારકું છે ?? અરે નાનપણથી તો ટેવ પડાવવામાં આવી હોય કે થાળીમાં પીરસેલ બધું 
ખાધા પછીજ ઉઠવાનું. એજ રીવાજ એજ મજા એજ સમજણ એજ ચીલાચાલુ વાતો. એમાં આવ્યું ગુગલ ને ફેસબુક .. કંઈક ગમતું કંઇક નવું કંઈક છોભિલું ને કંઇક અનેરું જાણવા મળે... મન હવે દોડે ચારે દિશા માં ને વિચારે તરસ તો ઘણી રેહવાની જ છે... બધું બધા ને ગમતું તો પણ ઘણું છે... આ જિંદગી ઘણી સરસ છે. ભલે બધાની તરસ અલગ છે પણ 
જિંદગી બધા જીવે છે...મ્હાલે છે, માણે છે. સારા નરસાં પ્રસંગે પહોંચાય ન પહોંચાય તેવું પણ બને ને મન ખેદ અનુભવે. પણ ફેસટાઇમ કરો એટલે મળ્યા જેટલો જ આનંદ અનુભવો. કોઈ ના સપના પાર પડે મહેનત ને લગન ને ઇશ્વર મૂકે માથે હાથ સર્વ ના માથે. સર્વ શ્રેષ્ઠ યુગ માં ઘણા ટેલેન્ટ્સ જોઈ ને દિલ ઝૂમી ઉઠે. કવિ સંબેલન ગામે ગામે થાય...નવોદિત માન સન્માન પામે ને કંઈક ગુમાવ્યાં છંતા કંઈક પામ્યાનો સંતોષ અનુભવે. જિંદગી ભલે રહી તરસી થોડી સરકતી રહે છે યાદો થોડી થોડી પણ સૌને ગમે છે જીવવી આ જિંદગી.
---રેખા શુક્લ
जब से तुम्हारे नाम की मिसरी होंठो से लगाई हैं मीठा सा गम हैं और मीठी सी तन्हाई हैं  !!

ગુરુવાર, 5 એપ્રિલ, 2018

સુખી તો છે ને


અર્પણ પ્રિય સખી ને ...હંમેશ સ્મિત રહે મુજ અધરે ને ...... !!
ના વસ્તુ ની કે લાગણી ની કિંમત છે એને, દિલથી નજીક તોય ને 
વેદના મારી વિફરાતી આકુળ થઈ ને , દિલથી નજીય તું તોય ને
સુખને ઉછેરવા વ્યાકુળતા વધે ને, વાંક મુજનો છે દિલમાં પ્રેમ ને
આબાદ જોયા  નખરા પૈસાને, આંસુની કિંમત શું આમ સમજે  ને
ખુદના જ ઇશારે નચાવે છો ને, હવે શાણપણે ઉંમરે પગના ઉપડે ને
પહેરો ઓઢો ને સુખી થાવ છો ને, રતન જડે ચિંથરે અમને ને !!
પ્રકૄતિ દિલ તોડવાની તને રીઝવે ને, પૂછે અરીસો સુખી તો છે ને 
---- રેખા શુક્લ

મંગળવાર, 3 એપ્રિલ, 2018

સ્વ. શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહ નાં સ્મરણાર્થે યોજાયો ” પોએટ્રી ફેસ્ટીવલ” -Orlando Florida 2018

સ્વ. શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહ નાં સ્મરણાર્થે યોજાયો ” પોએટ્રી ફેસ્ટીવલ” 


Image may contain: 23 people, including Sapana Sapana, Nishita Desai, Karnik Shah, Prajapati Shilpi Buretha, Hiten Anandpara, Vasudha Narayanan and Bharat Desai, people smiling, people standing



Harnish Jani,Natvar Gandhi,Panna naik,Vasudha narayan,Dr.Dinesh Shah,Devika Dhruva, Snehlata Pandya, Rekha Shukla,Mona Naik Prior kavio ne yaad karya ..we missed you all of you.

વિશ્વભ્રમણ પ્રીતિ સેનગુપ્તા Next to Dr. Vasudha Narayanan , Mr. Bhagyesh v jha Bharat Desai,Dhrutika Sanjiv, Dr. Snehlata Pandya- / Dr.Sumant Pandya ,Media Coverage by Shri. Rajesh Shah , Shri Hiten Anandpara, DrDinesh O Shah , Sapana Vijapura, Mrs.Fulvati M. Shah, Shri Shushrut K Pandya , Manubhai Nayak ,Preety Sengupta, Venu Mehta , Ravi Naik , Rekha Shukla , Karnik Shah , Shri Ashwinbhai Gandhi,Dr. Digesh Chokshi, Sonal Patel = All poetsImage may contain: 23 people, including Sapana Sapana, Nishita Desai, Karnik Shah, Hiten Anandpara, Vasudha Narayanan and Bharat Desai, people smiling, people standing

 મહિનાઓથી જે કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી અને જેને મનભરીને માણવાની પ્રબળ ઝંખના હતી તે કાર્યક્રમ ગઇકાલે જ પૂરો થયો. રોજ બે દિવસ માટે, યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા,ઓરલેન્ડો,સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે ‘પોએટ્રી ફેસ્ટીવલ’ ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ આયોજન CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવવા અંગે હતુ.પણ મારા મનમાં તો બે દિવસ કવિતાના માહોલમાં રાચવાનુ અને માનીતા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનુ હતું.
બહારગામથી આવનારાઓમાં હું પહેલી હતી.ધીરે ધીરે એક પછી એક સાંજ સુધીમાં સૌ આવીને પોતપોતાની રીતે એક જ સ્થળે ગોઠવાઇ ગયાં હતા.હોટ્લે સાંજે સૌ ડીનર માટે ભેગા થયા ત્યારે આનંદ અને આશ્ચર્યનો જાણે કે દરિયો ઉમટ્યો. કવયિત્રી શ્રીમતિ સ્નેહલતાબેન પંડ્યા મળ્યાં. આ ઉપરાંત બ્લોગ જગતના નહિ જોયેલાં છતાં નિકટના મિત્રો, ત્યારપછી સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સંગીતનો કાર્યક્રમ ચાલુ થયો બીજા દિવસે સાંજે ડો. દિનેશભાઈ શાહ નો ૮૦ મી વર્ષગાંઠ ની ઉજવણી પછી..શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના સુંદર અવાજમાં રાતના ગીતો સાંભળ્યા.બરાબર ૯ વાગ્યે ડો. દિનેશભાઇ શાહે કાર્યક્રમની શરુઆત કરી અને સંચાલન વસુધાબેન નારાયણને સોંપ્યુ.યુનિ.ઓફ ફ્લોરીડાના હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર,શ્રીમતી વસુધા નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ,વિવિધ ભાષા,હિંદુ પ્રણાલી,તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સંસ્થાનો અને આ કાર્યક્રમનો ઉદ્દેશ સુંદર રીતે વિગતવાર સમજાવ્યો. જો કે, શ્રોતાઓની માંગ તેમને સાંભળવાની ચાલુ જ રહી. મને તો લાગ્યું કે એ આખો દિવસ કાવ્યપઠન કરતા જ રહે અને બસ સાંભળ્યા જ કરીએ.શ્રી ભાગ્યેશભાઈ જહા ના ગીતા ને ઉપનીશદ ના આસ્વાદ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.એક જ શબ્દમાં કહેવું હોય તો કદાચ શબ્દકોષમાં એક નવો જ અસરકારક શબ્દ સર્જવો પડે!!
૧૦ વાગે કોફી-બ્રેક પડ્યો અને તે પછી ફરીથી દોર શરુ થયો. ડો દિનેશભાઇ શાહે તેમના પૌત્ર-પૌત્રીઓના શુભેચ્છાસંદેશની એક નાનકડી વીડિયો ક્લીપ બતાવી જેમાં હિંદુ સંસ્કૃતિ, કૌટુંબિક ભાવના અને સંસ્કારો પ્રતિબિંબિત થતા હતાં. પછી શિકાગોથી પધારેલ રેખાબેન શુક્લએ સ્વરચના રજૂ કરી. ત્યારબાદ ‘સપનાના ઉપનામથી ઓળખાતા અને http://www.kavyadhara.com/પર સપનાઓને ખુલી આંખે બતાવનાર શિકાગોથી આવેલ સ્મિતવદના બાનુમા વિજાપુરાએ સ્વરચના વાંચી સંભળાવી .કાર્યક્રમ આગળ વધ્યો...શ્રી હિતેનભાઈ આનંદપરા પછી ધણા કવિઓ એ પણ મજા કરાવી.ગેઇન્સ્વિલના કવયિત્રી સ્નેહલતાબેન પંડ્યાએ અવિસ્મરણિય સ્મૃતિ નામનુ સોનેટ રજૂ કર્યું..રેખાબેન શુક્લએ બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં બિક્ત હૈ યહાં ઇન્સાનકા ઝમીર,પરાયે તો પરાયે રહે,અપના ભી યહાં કોઇ નહીં’ …રચના અંભળાવી.. લાગણીની તીવ્રતા વ્યક્ત કરતી વિવિધ રચનાઓને ખુબ જ ભાવપૂર્વક આરપાર પઠન કર્યુ.સમય સરતો જતો હતો. રંગ જામતો હતો. વસુધાબેને સ્વાગત પ્રવચન અને આ કાર્યનો હેતુ તથા વ્યવસ્થિત પ્લાન સમજાવતુ પાવરપોઇંટ પ્રેઝન્ટેશન કર્યું. તેમણે કહ્યું કે, This is the first major university to focus on Gujarat and its culture with an academic view point. ફ્લોરિડાના જુદા જુદા શહેરોમાંથી આવેલ જન સમુદાયે આ વાતને ખુબ વધાવી લીધી.એટલું જ નહિ, પરંતુ highlights of the Festival is that Dr. Kiranbhai and Pallaviben Patel offered $ 125,000, an anonymous but proud Gujarati offering them $ 50,000 and making a milestone of $ 300,000 as the Foundation of Gujarat Culture Program at UF.આ કોઇ નાની સૂની ઘટના નથી. જાણે કે એક ચમત્કાર હતો. દિનેશભાઇની પ્રસન્નતાનો કોઇ પાર ન હતો.તેમણે પોતે પણ આ ભગીરથ કાર્યમાં એક લાખ ડોલરનો ફાળો નોંધાવ્યો હતો.ઉમદા કાર્યના કોઇ સપના સાકાર થતા જોવા મળે ત્યારે ખુબ ખુબ આનંદ જ થાય. હું ત્યારે, મનોમન, એક ક્ષણ માટે મારા હ્યુસ્ટનના સાહિત્ય સરિતા્ની સુદામાપુરીને યાદ કરી અજંપો અનુભવી રહી હતી. Miracles do happen.મન મક્કમ જોઇએ અને સહિયારો સરખો ભાવ જોઇએ.આ એક પ્રેરક અને મનનીય ઘટના બની ગઇ.હા, તો સુંદર અને સુસજ્જ હોલમાં સ્વાદિષ્ટ ભોજન સાથે,સાહિત્ય અને સંગીત પ્રેમી ઘણાની ઓળખાણ થઇ. નામો લખવા બેસું તો પાના ભરાઇ જાય.શરુઆતમાં આમંત્રિત કવિઓનો પરિચય આપવામાં આવ્યો અને તેમની એક બે પંક્તિ/શેર રજૂ કરવામાં આવી.એક પછી એક ગીતોની રંગત ચાલી.સભાખંડ મન મૂકીને માણી રહ્યો હતો. વાતાવરણમાં સરસ તબલા,હાર્મોનિયમના સૂરો,ગાયકોના સૂરીલા કંઠ રેલાતા હતા અને જ્યારે ગરબાની રીધમ શરુ થઇ કે તરત આ બંદાના તો પગ થનગનવા લાગ્યા અને અન્ય ભાઇ-બેનોના સાથમાં ગોળ ગોળ ગરબો ઘૂમવા લાગ્યો. આ દ્રશ્ય પણ બિલકુલ ત્વરિત આયોજાઇ ગયું!!બસ, મઝા આવી ગઇ.પછી વીસેક મિનિટ માટે discussion about future planningને ન્યાય આપ્યો. કેટલાંક સભ્યોએ પોતપોતાના વિચારો દર્શાવ્યા. અને યુએસએના જુદા જુદા મોટા શહેરોમાં આવા ફેસ્ટીવલ યોજાય તેવી આશા વ્યક્ત કરી.સમયને સરક્તો કોણ રોકી શકે? ફેસ્ટીવલ અંત તરફ વળતો જતો હતો તેથી ફરી એક વાર  છેલ્લે શ્રીમતિ વસુધાબેન અને શ્રી દિનેશભાઇએ આભારવિધિ કરી અને સહભોજન કરી સૌ છૂટાં પડ્યાં.થોડા શબ્દોમાં કહેવું હોય તો મારે મન આ ‘પોએટ્રી ફેસ્ટીવલ’ એક મનમાન્યા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનો ઉત્સવ હતો, યાદગાર સંભારણુ હતું અને એક અનુભવ હતો.સોના માં ભળેલી સુગંધ 'ગીતા' ને ફરી આધુનિક મંતવ્યમાં રજુ કરી અમને સાંભળવાનો લ્હાવો મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભારી છુ.---રેખા શુક્લ
Image may contain: 1 person, text
ઓર્લાન્ડો  ફ્લોરીડા એટલે રમતગમતનું  શહેર..અને ફ્લોરીડા યુનિવર્સિટીમાં હિન્દુ કલ્ચરને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેને ચિત્રા
 (CHITRA)નું નામ આપવામાં આવ્યું છે. Center for the Study of Hindu Traditions આ સેન્ટર હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે છે.ચિત્રા માં હિન્દુ સંસ્કૃતી માટેની શોધખોળ, બોધ અને લોકોને સમઝાવાની જવાબદારી ઉઠાવેલી છે.આ સેન્ટર ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી નિષ્ણાત લોકો લાવી એક નેટવર્ક ઉભું કરે છે અને સ્કોલર લોકો લાવી રીસર્ચમાં નવાં કોર્સ આપવામાં અને સેમીનાર યોજવામાં મદદ લે છે.
કપડવંજના વતની માનનીય શ્રી દિનેશ ભાઈ શાહ આ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાની કોશિશ કરી રહ્યા છે.ભારતનું ગૌરવ પણબની રહ્યા છે.અને આ કાવ્યમહોત્સવની શરૂઆત ૨૦૧૨ માં થઈ હતી. માર્ચ ૧,૨૦૧૮ના દિવસે ચોથો મહોત્સવ થયો હતો.આ કાર્યક્રમ  રોઝેનજ્યુઈશ સેન્ટરમાં રાખવામાં આવેલો. પધારેલા મહેમાનો માં શ્રી ભાગ્યેશ જા સાહેબ જે એક સમયે શ્રી મોદી સાહેબના સ્પીચ રાઈટર પણ હતા. એમના ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે એમનો ગીતા વિષેનો અભ્યાસ એમને ચરમ સીમા પર પહોંચાડે છે.અને કવિ શ્રી હિતેન આનંદપરા સાહેબ જે હાલમાં ઈમે પબ્લિકેશન નું કામકા સંભાળે છે તથા એમના બે પુસ્તકો પ્રકાશિત થયાં છે જે ગુજરાત મીડ ડે માં 'અર્ઝ કિયા હૈ' નામથી કોલમપણ લખે છે!

સવારના  વાગે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ડો દિનેશ શાહે સૌ પ્રથમ કાર્યક્રમનો ઉદેશ અને રૂપરેખા સમજાવી હતી.ડો દિનેશ શાહ ફકત વૈજ્ઞાનિક  નથી પણ એક ઋજુ કવિ પણ છે.એમનો એક સંગ્રહ 'પરબ પાણીના' પ્રકાશિત થયો છે. એ સિવાય એમના ગીતોની ચાર ઓડિયો સીડી સ્વરાંકન થઈ છે જેમાં પુરુષોતમ ઉપાધ્યાય ,આશિષકુમાર અને કર્ણિક શાહના સ્વરમાં ગીતો ગવાયા છે. સીડી 'ઓ ગૌરી','મેઘધનુષ''ત્રીવેણીસંગમ' અને 'દિવસે દીઠેલાં સપનાં'નો સમાવેશ થાય છે. ડો. દિનેશ શાહના ૩૫ જેટલા ગીતો યુ ટ્યુબ પર સાંભળી શકાય છે.ડો વસુધાબેન નારાયણેસૌનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યુ હતું. ટૂંકાણમાં એમણે હિન્દુ કલ્ચર અને ફ્લોરીડા યુનિવર્સિટીનો ફાળો અને ગુજરાતી ના હોવા છતાં ગુજરાતી ભાષાપ્રત્યે વહાલ અને પ્રેમ દર્શાવ્યા હતાં. આ કાર્યક્રમનો ખાસ હેતુ ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને યુનિવર્સિટીમાં ગુજરાતી ને સ્થાન આપવાનું છે.

સૌ પ્રથમ કવિ ભાગ્યેશ જા સાહેબ પધારેલા!! એમણે ગીતાનો સંદેશ ૨૧ મી સદી માટે અને પોતાની ગઝલ સાથે સાથે પઠન કરતા ગયાં અનેશ્રોતાને મંત્રમુગ્ધ કરતા ગયાં!!એમનો એક બંધ"
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
એમના પછી કવિ શ્રી હિતેન આનંદપરાે માઈક સંભાળ્યું! એમના ઋજુ અવાજથી લોકોને ભીજવતા રહ્યા!! શ્રોતાઓ તાળીઓ ના ગડગડાતથીએમને વધાવતા રહ્યા!! ખા કરીને એમણે આ ગઝલ છેડી, "આ માણસ બરાબર નથી"
લક્ષ્મીની જેમ  લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

 પછી ચા પાણી માટે બ્રેક લેવામાં આવ્યો હતો!!અમેરિકાના જુદા જુદા રાજ્યમાંથી કવિઓ આવેલા જેમાં શિકાગોથી શ્રી ભરત દેસાઈ તથા કવયિત્રી રેખા શુકલા પણ પધારેલા!! અમેરિકાના કવિઓમા સૌ પ્રથમ ભરતભાઈ દેસાઈ એ પોતાની આગવી શૈલીથી પોતાની  રચનાઓ પેશ કરી હતી!ત્યારબાદ ધ્રુતિકા સંજય જે ન્યુ જરસીથી પધારેલા એમણે ચરોતરી ભાષા થી લોકોને આનંદિત કર્યા!! તથા  પોતાના આગવા અછાંદસ થી લોકોનેપ્રભાવિત કર્યા હતાં!! ત્યારબાદ ડોકટર સ્નેહલતા પંડ્યાએ પોતાના ગીત અને કવિતાઓ રજૂ કરી હતી!!જે મેરીટ આઈલેન્ડ ફ્લોરીડા થી છે.
સ્નેહલતાબેન પછી સપના વિજાપુરા  જે બે એરિયા કેલિફોર્નિઆ થી છે,મંચ પર આવ્યા હતાં  જે બેઠક સંસ્થાના સભ્ય પણ છે.જેમણે પોતાનીઆગવી શૈલીથી ગઝલ અને અછાંદસ પેશ કર્યા હતાં!! ખાસ કરીને એમની ગઝલ " કલેજાના ટૂકડા" એ શ્રોતાઓના આંખમાં આંસું લાવી દીધા હતાં!!ત્યારબાદ ફૂલવતીબેન શાહ જે ડો. દિનેશ શાહ બહેન પણ છે એમણે એમના અછાંદસ રજૂ કર્યા હતં!! ફૂલવતી બેન પછી કવિ સુશ્રુત પંડ્યામંચ પર હાજર થયેલા!! એમણે રવિન્દ્રનાથના પ્રેમપત્ર અને રજનીશજીની કવિતાઓ પર પ્રભાવ પાડેલો!!અને એમણે પોતાની  ગઝલથી લોકોને મંત્રમુગ્ધ કરેલા!!
હવે સમય હતો લંચનો!! જેમા મીઠાં ભોજન ખવડાવવામાં આવેલા!! ઉંધીયુ, કટલેસ કઢી ભાત અને મીઠાઈ!! સંજોગવશાત્ ભાગ્યેશ જા અનેહિતેનભાઈ સાથે બેસવાનો મોકો મળ્યો!! ડો દિનેશ શાહ ના આ કવિ સંમેલન એમણે ભારોભાર વખાણ કર્યા અને કહ્યુ કે કોઈ પણ કવિતાનો કાર્યક્રમ આખો દિવસ ચાલે એ અમેરિકામાં આવીને જોયું!! મેં ધીરેથી ટહુકો મૂક્યો કે અમે ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહ્યા છીએ જ્યારેભારતમા ગુજરાતી શાળાઓ બંધ થઈ રહી છે!! એ ખૂબ દુઃખની વાત છે!!

લંચ પછી શિતલ જોષી સેશનમાં ફરી એકવાર હિતેનભાઈ આનંદપરા મંચ પર આવ્યાં!  "મળી આવે" "રહેવા દે" 'બદલવાથી" જેવી સુપ્રસિધ્ધગઝલથી લોકોને નવાજ્યા! એમના કેટલાક શેર અહીં ટાંકું છું.

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

હિતેનભાઈના મધુર અવાજમાં ગઝલ માણ્યા પછી મનુભાઈ નાયક આવ્યા જેમણે લય સાથે ગીત રજૂ કર્યા!! શ્રીમતી શીતલ જોષી એ ભાવેશ ભટ્ટ અને અનિલ ચાવડાનો શ્રદ્ધાંજલી આપતો પત્ર વાંચ્યો અને બધાને શીતલભાઈ જોષીની યાદ અપાવી ગઈ!! ભગવાન એમના આત્માને શાંતિ અર્પે! ત્યારબાદ ડો દિનેશ શાહે પોતાની એંશી વરસની સાહિત્ય સફર મુસાફરી કરાવી હતી! અને એમના ગમતા ગીત રજૂ કર્યા હતાં. ફરી એકવાર ચાનોબ્રેક મળ્યો!! ચા બ્રેક પછી શિકાગોની કવયિત્રી રેખા શુકલ મંચ પર આવ્યા!! એમને એમની કેટલીક કવિતાઓ નું પઠન કર્યુ જેમાં હિન્દી અને ગુજરાતી બન્ને કવિતાઓ હતી!! ખાસ કરીને હિન્દી કવિતા ઔરત એમણે મધૂર કંઠે ગાઈને લોકો સમક્ષ રજૂ કરી શ્રોતાએ તાળીઓથી વધાવી લીધા હતાં! અંતમા પ્રિતી સેનગુપ્તા મંચ પર આવ્યા એમણે પોતાના પ્રવાસના ઘણાં પુસ્તક પ્રકાશિત કર્યા છે એ સમય દર્મ્યાન સ્ફૂરેલી કુદરત ઉપરઘણી કવિતાઓ રજૂ કરી!! સૌ શ્રોતાઓ કવિઓને દાદ આપતા આપતા પાંચ વાગે છૂટાં પડ્યાં!!  સાંજના સાત વાગે હોલમાં ફરી મળવાનું હતું

સાજે સાત વાગે ફરી બધાં રંગબેરંગી કપડામાં શોભી રહ્યા હતાં!! ડિનર પછી  કાર્યક્રમની શરૂઆત થઈ!! શ્રી સુમન પંડ્યા માસ્ટર ઓફ સેરીમની હતાં!! પહેલા બધા આમંત્રિત કવિઓને ફ્લોરીડા યુનિવર્સીટી તરફથી એવોર્ડ આપવામાં આવ્યાં. અને પછી ડો દિનેશ શાહ ના પુત્ર પ્લેનમાથીઉતરી સીધા હોલમાં આવ્યાં કારણકે ડો દિનેશ શાહનો તે દિવસે જન્મદિવસ હતો!! અને બધાં ને સરપ્રાઈઝ કરી દીધા હતાં કેક કાપવામાં આવ્યું અને એટલામાં વસુધાબેને ફરી એક સરપ્રાઈઝ આપી કે ફ્લોરીડા યુનિવર્સીટીએ ડો દીનેશ શાહને એવોર્ડ આપ્યો હતો!!અને આ એવોર્ડજીતવાવાળા ડો દિનેશ શાહ પહેલા વહેલા હતાં બીજો એક ફ્લોરીડા યુનિવર્સીટીએ " પ્રાઈડ ઓફ ગુજરાતન"નો એવોર્ડ આપેલો એ સિવાય ડો દિનેશ શાહ ને બીજી એક સરપ્રાઈઝ પણ મળી કે એમનું એક ગીત ૧૧માં ધોરણના કોર્સમાં લેવામાં આવ્યું હતું!! દિનેશભાઈ નું આખું કુટુંબ આ સુખમાં સહભાગી થવા આવેલું!!  તેમ અને શ્રી કર્ણીકભાઈ શાહ જે વડોદરાના સુવિખ્યાત ગાયક છે.એમણે પોતાના મીઠાં સૂર છેડ્યા અને સ્ત્રીપુરુષો ગરબે ઘુમવા લાગ્યા!! ખૂબ આનંદમય વાતાવરણ હતું!! જ્યાં જુઓ ત્યાં ગુજરાતી અને ગુજરાતી ભાષાની બોલબાલા હતી!! આથી વધારે આનંદ શું હોય શકે!!

રવિવારે સવારે નવ વાગે ફરી એ હોલમાં બીજું સેશન ચાલું થયું! સૌ પ્રથમ ભાગ્યેશ જા સાહેબે ગીતા સંદેશ ૨૧ મી સદી માટે!! પર સરસ મજાનીસ્પીચ આપી !!લોકોને એટલી બધી પસંદ આવી કે હિતેનભાઈ ના ૪૫ મીનિટ ના સેશન પછી ફરી ભાગ્યેશભાઈને મંચ પર બોલાવવામાં આવ્યા એમની છટાદાર શૈલીથી લોકો મુગ્ધ થયા!! વેણુબેન મહેતા જે જૈન ધર્મ વિષે પી એચ ડી કરવા આવ્યા ફ્લોરીડા યુનિવર્સિટીમાં આવ્યા છે એમણેપણ એક સરસ કવિતાનું પઠન કર્ય્રવિન્દ્ર નાયકે પણ એક કવિતાનું પઠન કર્યુ!! સોનલ જે શ્રી લંકાથી છે ગુજરાતી એની ભાષા નથી પણગુજરાતીમાં એણે  કવિતા બનાવી પઠન કર્યુ!!અંતમા વસુધાબેબે સર્વ આમંત્રિત કવિઓનો આભાર માન્યો!! ભોજન પછી સર્વ લોકો વિખેરાઈ ગયા!! ફરી એકવાર મળવા માટે!!
--સપના વિજાપુરા