મંગળવાર, 30 એપ્રિલ, 2013

હૈયા-સગડી...........!


ચંદન બદન હૈયા-સગડી, પાગલ રોજ જીવ્યાં કરે;
ભડકો થઈ ને બાળ્યા કરે, સુરજ ચંદ્ર ને તાપ્યાં કરે;
સ્મરણ ની કુંપણો ઉગ્યા કરે, રાત યાદ ચણ્યાં કરે;
ડોકિયાં કરે અટારીએ, કવિતા તારલા  ગણ્યાં કરે;
અખબાર બિંબ આજનું, આયના કાંચ વણ્યાં કરે;
સરિતા કવિતા સીંચ્યા કરે, શબ્દો ને વાવ્યાં કરે;
----રેખા શુક્લ ૦૫/૦૧/૧૩