શનિવાર, 11 નવેમ્બર, 2017

સેંથી ની વાટે


પડે છે સ્નો હવે ઝરણું નિંદરમાં રૂવે છે
ઉછીનું હાલરડું ગાઈ સૂકી ડાળુ જુવે છે

વાદળને હિંડોળે સ્નોફ્લેક્સ ઝબૂકે છે
સેંથી ની વાટે કંકુ સૂરજ ઢોળી ઉગે છે

દિશા દાદ ની બારીએ સપનું જાગે છે
વિરાટની અટારીએ શબ્દો ને મીચે છે

શૈશવના ગુલાબી ગાલ રમાડી ચૂમે છે
વસંતની પાંખે પંખીડુ વ્હાલ સીંચે છે

પગલી પગલી કવિતાના પુષ્પ ખરે છે
સાગરની છોળું દિવ્ય પગલાં ચૂમે છે
----રેખા શુક્લ