સોમવાર, 29 એપ્રિલ, 2013

ખડખડાટ મટકી ......!!


વાત અધુરી કહી ને અટકી ગઈ,
ભીની લાગણી હસી ને ટપકી ગઈ,
પાના વચ્ચે અક્ષરે જઈ લટકી ગઈ,
ઘુંઘટે શર્મીલી નજરોમાં મટકી ગઈ
....રેખા શુક્લ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સપના ના વાવેતરે ઉગી કુંપણ કવિતા ની ને મરકી ગયા ફુલો ખડખડાટ
....રેખા શુક્લ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાત-રાત જાગે બારણે....લઈ બખિયા ભરે તોરણે
પોપટીની ભાતુ કારણે....જોઈ ભુલકાં રૂવે પારણે
--રેખા શુક્લ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચલો ને મિત્રો કવિતા ને ગામે ને વાર્તા ના શહેરે...!!

બાળપણ ની કયારી માં વાવેલા શબ્દો ની મહેક આવી જાય
ભણ્યાં હતાં તે કવિતા ઓની વણઝાર આવી જાય,
ને હોઠ પર હાસ્ય ની એક લહેર આવી જાય
શબ્દો સરિતા સાથ માં રમતા હતા એક દિન ,
માળા બની એ શબ્દ ની કવિતા રંગ લાવી જાયને,વર્ષો પછી જાણે આંખ માં ઠંડક વ્યાપી જાય....
.
વાર્તા ને શહેરેઃઃઃ વિકાસના પંથે જવામાં ગરમાળાનું મારું નગર કપાઈ રહ્યું છે. હું રોજ ઉનાળાના બળબળતા તડકાની વચ્ચે છાંયો અને ફૂલ અને સુગંધ શોધ્યા કરું છું; આશંકિત હૃદયે બીજરૂપે શ્રદ્ધા વાવવા મથું છું….. ચોમાસું અવશ્ય આવશે અને એકાદ વૃક્ષ ઊછરી જશે, એવું વિચારીને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્વપ્નાને ચુર થતા જોયા..... આપણા ને દુર થતા જોયા
કહેવાય તો છે ફુલ રોતા નથી એકાંતમાં તેનેય રડતાં જોયા
---રેખા શુક્લ