સોમવાર, 27 એપ્રિલ, 2020

ગરિમા મંચ પર આપની સેવામાં

ગુગમ ગુજરાતી ગરિમા મંચ પર આપની સેવામાં હાજર હું રેખા શુક્લ આજે અવલોકન એટલે ?
પ્રકૃતિ ની સૌંદર્યતાનું અવલોકન દરેક ની આંખો કરવા તરસે ને માણે છે તેનું વર્ણન અંકાય છે. નવનીતરાય ને  શિરિષ વાત કરતા હતા આ વખતે હવાઈ જઇશું ને પપ્પા. હા બેટા કેમ નહીં ? જરા ફોન પર ભાવતાલ જોઈને રજા નો મેળ બધાને પડે તે પ્રમાણે બુકિંગ કરીશું. આ મોબાઈલ ની સગવડતા ગમે પણ સતત આવતા માર્કેટીંગના ફોનકોલ ના ગમે.. થોડા સમયે બુકિંગ પણ થઈ ગયું. બધાએ જાતભાતનું નાનું મોટું શોપિંગ પણ કર્યું. ચાય નો ઉભરો આવે ને આખો  ગેસ ખરાબ થઈ જાય તેમ ફાટી ઉઠેલા કરોના ના લીધે રડમસ ચહેરાઓ બધાના થઈ ગયા. ને નવનીતરાય ની વર્ષગાંઠ ઉજવવાના સપનાનો મહેલ ભોંય ભેગો થઈ ગયો બધાના મૂડ મરી ગયેલા. દીકરા શિરિષે પૂછ્યું પપ્પા હવે તો લોક ડાઉન !! ફોનમાં જ જોવાનું
ને મળવાનું !!બેટા,સ્વપ્નોના ગુણાકારોથી બનેલી આ જીંદગી, ભૂતકાળ ની બાદબાકીઓથી ઉભરતી આ જિંદગી, તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી આ જિંદગી, પરંતુ સરવાળેતો ખાલી શૂન્ય જ પામવા હોવાના છ્તાં કંઈ ગણતરીઓ થોડી છોડે છે આ જિંદગી ? ઇતિહાસની ઘટનાઓ પરિવર્તન આવ્યા 
પછી પૂનરાવર્તન કરવાનું ભૂલતી નથી અને માનવ મોતને સામે જોતા નથી ત્યાં સુધી વિશ્વાસ કરતા નથી. 
પપ્પા સરસ તારણ છે આપનું ઃઃ પરિવર્નતમાં વગર તલવારે એકલાએ લડવાનું છે આપણે જિમ્મેદારી 
આપણે શિર લઈને...ધરે બેઠા માણીએ પ્રકૃતિની સુંદરતા ને નાના મોટાની સાથે કરીએ મજા.અસ્તુ


'નવું ઘર - યોગવર્ષા'
વર્ષાએ કેટલા ખુશ થઈને ઘરમાં પગ મૂકેલો ! ધીમે ધીમે જોબમાં સેટ તો થઈ જવાયું. બે 
વર્ષે દર મહિને કરેલી બચતથી નવા ઘરને શોભતું નવું ફર્નીચર લેવાયું મેચીંગ કર્ટન ને 
ગમતાં પીક્ચર પોસ્ટર્સ પણ ભીંતે ટીંગાવ્યા. સોફાસેટના કુશન પણ જાણે વેઝ માં ગોઠવેલા 
ફ્રેશફ્લાવર સાથે મેચીંગ થતા હતા. ને યોગેશની પસંદની રગ પથરાઈ... સિમ્પલ ને 
એલીગન્ટ !! બેડરૂમમાં સાસુસસરાનો ફોટો જોઈ વર્ષા જરા અચકાતા અચકાતા બોલી ... 
આપણા લગ્નનો ફોટો મઢાવી ને રાખીએ તો? ટેન્શનથી તણાયેલી યોગેશની ભ્રમર 
ચાડી ખાતી હતી પણ કચવાતા મને હા કહી. સમજોતો એજ પરિવર્તન... !! નવું ધર 
તે પણ પરિવર્તન, ને તેની આજુબાજુ વણાતી જિંદગી તો પરિવર્તન થી ભરપૂર. લગ્ન ના પાંચ પાંચ વર્ષે વર્ષામાં ને યોગેશમાં આવેલો બેડરૂમમાં રાખેલા લાંબા અરિસામાં ચાડી ખાતો તાંકી રહ્યો હતો. જાણે બોલતો હતો હું દેખાડુ તમારો પરિવર્તન પામેલો ચહેરો. પરિવર્તન 
એજ છે પડછાયો. બંનેનું અવલોકન કરતો અરિસો. અસ્તુ 
--- રેખા શુક્લ
પાત્ર નિરૂપણ 
ગુગમ ગુજરાતી ગરિમા મંચ પરથી રેખા શુક્લના વંદન મિત્રો આજે એકલવ્યનું પાત્ર નિરૂપણ 
મારો જન્મ ઉત્તર ભારતા જંગલમાં થયેલો માતા પિતા જંગલના અગ્ર રખેવાળ હતા જોતજોતામાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા મારી વધતી ગઈ હુ હજુ યુવાવસ્થામાં પ્રવેશું તે પહેલા મારા પિતાશ્રી સદગતિ પામ્યા. આમ અચાનક મારા પર જંગલ ની રખેવાળી નો ભાર આવ્યો. મને વરૂનો ડર લાગતો તેથી મા ને પૂછ્યું કે હું શું કરૂ ? તો માએ મને હસ્તિનાપૂરના રાજા ભીષ્મ ની વાત કહી ને પરશુરામના શિષ્ય  ગુરૂદ્ર્રોણાચાર્યની વાત જણાવી. ્મહાભારતના સમયે મને ધનુર્વિદ્યા મેળવવા તેમની પાસે જવાની આગ્ના મળતા હું હસ્તિનાપૂર જવા રવાના થયો. માતપિતા તરફથી સારી શિક્ષા પામેલો હું ગુરૂ દ્રોણાચાર્ય પાસે 
ગયો ત્યારે મને જણાવ્યું કે તેઓ માત્ર રાજકુંવરોને જ શિક્ષા કેળવણી આપતા હતા. યુવાવસ્થામાં હું 
પ્રાણીઓની સુરક્ષા માટે ધનુરવિધ્યા પ્રાપ્તિનું પ્રણ લઈને ગુરૂ દ્રોણાચાર્યની મૂર્તિબનાવી રોજ ખૂબ 
મહેનત કરી પારંગત થયો. એક વાર પાંડવો જંગલમાં અસ્વસ્થાના કૂતરા સંગ આવેલા.
 આમતેમ ભટકતા કૂતરાનો ભેટો મારી સાથે થતાંજ ભૂકવા માંડ્યો ત્યારે મારી બાણવિદ્યાથી કૂતરાનું 
મોંઢું બંધ કરી દીધું. અસ્વસ્થામાં એ જ્યારે આ જોયું તે વિચારવા લાગ્યા કે કોણ આટલું શક્તિશાળી છે 
ધનુર્વિદ્યામાં જેણે મારા કૂતરાની દશા આવી કરી છે. પ્રવીણતા જોઈ અર્જુન પણ બોલ્યા કે કોણ છે 
તારા ગુરૂદેવ ?? દ્રોણાચાર્યનું નામ સાંભળી સ્તબ્ધ થયેલા પાંડવોએ બનેલી ધટના જણાવી...તે સાંભળી ગુરૂજી જંગલમાં જોવા આવ્યા. 
આખું જંગલમે સજાવ્યું ફુલો પાથર્યા મારગે ને ઉપર બાંધ્યા તોરણૉ.... મળવાની લાલસા વધી હતી પણ દ્રોણાચાર્યે જ્યારે મારી પારંગતતા જોઈ ત્યારે અર્જુનને સર્વશ્રેષ્ઠ બાણવીર બનાવવા લીધેલું પ્રણ યાદ 
આવ્યું...ને કહ્યું મારી મુર્તિ માત્રમાંથી આટલી પારંગતતા પ્રાપ્ત તે કરી શિષ્યે હું મારી ગુરૂદક્ષિણા સ્વીકારવા તૈયાર છું તેથી હે એકલવ્ય તૈયાર થઈ જા. મેં કહ્યું શ્રી ગુરૂદેવ જે માંગશો તે  મંજૂર છે. ને તેઓ એ 
મારા જમણા હાથના અંગૂઠાની માંગણી કરી ને મે એક ઝટકે કાપી દક્ષિણા અર્પણ કરી. તે પછી પણ 
મારી કલા મે ડાબા હાથે ચાલુ જ રાખી ને પ્રવીણતા પ્રાપ્ત કરી તેથી મહાભારતના યુધ્ધ માટે 
કૌરવોના આમંત્રણનો મેં સ્વીકાર તો કર્યો. પણ શ્રી કૃષ્ણ જાણતા હતા મારાથી અર્જુન હારી જશે તેથી 
મારોવધ તેમણે કર્યો ને હું વિરગતિને પાર્યો. અસ્તુ

શનિવાર, 25 એપ્રિલ, 2020

અવલોકન એટલે ...

ગુગમ વાચિકમ માં રેખા શુક્લના- શિકાગોથી નમ્ર વંદન સંગ અવલોકન એટલે ...
શિકાગો એટલે જ વિન્ડીસિટી અને ઠંડી. બરફ ને હિમકણિકા - હા આઇસિકલ્સ 
ઢળતા રૂફ ના ધારે ધારે હિંચકતા લાંબા ટુંકા અણીદાર ઝુમ્મરો. ટાઢકડો સૂર્યા વેરણ છેરણ રખડુ વાદળ પાછળ રાતો પીળો થતો ઉગ્યોને વાદળ માં સંતાયેલા વર્ષાબિંદુઓ મેધધનુ બની
શરમાયા.લાંબુ ટુંકુ સુકુ ભીનું ધાસ આડુ ફરી ગયું, ઠંડક કહે મારું કામ.
ટાઢા ટાબરિયાં હિમ ની જેમ જામી ગયેલા એકમેકના બ્લેન્કેટ્સ માં ને કાર્ટુન જોતા હતા
એમના રૂમમાં. મોટાઓ શિયાળાની સવારે હજુય પથારીમાં ન્યુઝ જોઈ રહ્યા હતા. ક્યારેક હવામાન બદલાતા હવામાં ફંગોળાતી હિમકણિકાઓ જોવા મળતી. ટપ્પ... ટપ્પાક... ટપ્પ ..ટપ્પ..
ને ઠપાક્ક પડ્તી ને મિલિયન પીસીસમાં સાઈડ રોડ પર ચૂરામાં ફેરવાતી.. કોરોના ના લીધે બાષ્પીભવન થઈ રહેલા વ્યક્તિઓના કેસીસ નો વધતો આંકડો ને રીબાતા, કણસતા, તરફડતા 
બોડી ના પિકચરોમાંથી માથું ઉઠાવી બીજે જોવાનો ડોળ કર્યો. આ લોકો કદાચ પાતળી 
ચામડીના હશે?  


રિવર વોકની ફોગી બર્ફીલી બંધ બારીમાં કોઈક ફરક્યું... ડોકાયું જરાંક, લાગ્યુંં બર્ફીલા રણમાં ટિલુપ્સ 
ઉગ્યું કે..!! પથ્થર ને ડાળી ને વળગેલા પરપોટા... કાચના મોતી ધીમે ધીમે સરકતા હતા.  
અચાનક ૫૦ માં માળેથી હા, ટોપ રૂફ પરથી તીક્ષ્ણ અણીયારી આઇસિકલ કોઈની કાર પર અફળાઈ. 
કારના રૂફ ને ચીરી ડ્રાઈવર માં ભોંકાઈ. ડ્રાઈવરની કાર બેલેન્સ ગુમાવી બીજી ગાડીઓ સાથે અથડાઇ..
 મલ્ટાઇ કાર નો મોટો એક્સીડન્ટ... !! ઠંડીની કે એક્સીડન્ટ ની તરફ આંખ આડા કાન કરતા 
ફૂટપાથ પર માણસો ચાલતા દેખાતા...પોતાની ટ્રેન ના ચૂકવા મથી રહ્યા હતા. 
બીલ્ડીંગના કોર્નર પર એક ભિખારીને ચિસો પાડતો જોયો.એની પાસે રોજની જેમ આજે પણ કાર્ડબોર્ડ 
પડેલુ ને તેમાં લખેલું " વીલ વર્ક ફોર મની" એ કાર્ડબોર્ડ ફંગોળી સફાળો ઉભો થયો ને ચીસો પાડતો 
હતો ઃઃ કોલ ૯૧૧ પ્લીઝ !! અસ્તુ.
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું. 

શ્વેતાએ નાનપણથી મમ્મીની પાછળ પાછળ પડછાયો થઈ ને ફર્યા કર્યું. મમ્મીએ બેટા બોલો ઃઃ મમ્મી ... મ મ મ મમ્મી ! મમ્મીએ કીધું ને ચકુડીએ બોલવાનું શરૂ કર્યું. પછી નર્સરી રાઇમ્સ,
એબીસીડી ને એકડો બગડો પણ લાઇફ ડઝનોટ સ્ટે સ્ટીલ, ક્યારે બાળપણ જતું રહ્યું પરિવર્તન 
તો આવે ને આવે જ. શ્વેતાએ મમ્મા નું કીધું ઘણું કરી લીધું જી મમ્મા ,જી મમ્મા પણ પ્રેમમાં
પડેલી શ્વેતાએ પરણવાની ના કહી... મમ્મીની કહ્યાગરી દીકરીએ ના પાડી. બાળપણ વટાવી 
યુવાનીમાં પ્રવેશી ચૂકેલી શ્વેતા સામુ બોલતા શીખી ગઈ .કંઈક પરિવર્તન પોતાનું મંતવ્ય કહેવા
માથું ઉંચકીએ ઉભી રહી. સાયકલમાં સ્કૂટી ચલાવતી શ્વેતાને પ્રેમ પણ થઈ ગયો તે પરિવર્તન 
મમ્માથી કેમ છૂપો રહ્યો શ્વેતા ના સમજી. અને આજે મમ્મીએ તેનું અવલોકન જોયું ને અનુભવ્યું
કે પરિવર્તન તો અનિવાર્ય જ છે... આજે અરિસે જોયું તો પોતાનો કૃશ થયેલો જોયો કે ઓહ 
પરિવર્તન તુ પાછળ ને પાછળ મારોજ પડછાયો થઈને ચાલ્યા કરે છે. અસ્તુ.

બુધવાર, 22 એપ્રિલ, 2020

સૌનું કરો કલ્યાણ


સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ (૩)
ભય બીતે થે શ્વાસ રૂંધાયો (૨)
તુ દેજે સંધાણ દયાળુ પ્રભુ સૌનુ કરો કલ્યાણ

વિખરશે વાદળ દુઃખ  વિશાદના (૨)
ભક્તિ તારી દેશે પ્રેરણા (૨)

ઓજસ નું તું દેજે એંધાણ  દયાળુ પ્રભુ સૌનુ કરો કલ્યાણ

પિડિત જનમાં  બળ પ્રેરવીએ (૨)
પ્રિત આચરિયે સ્મિત રેલાવીએ (૨)
મૈત્રીનું તું દેજે બંધાણ દયાળુ પ્રભુ સૌનુ કરો કલ્યાણ

क्यु हालात ने लूटा कब उम्रसे छूटा
धीरे धीरे हाये जन्नत मै लूटा 
-- रेखा शुक्ला 

શુક્રવાર, 10 એપ્રિલ, 2020

( બાળવાર્તા )

ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમ માં મિત્રો ને રેખા શુક્લ ના નમ્રવંદન. 
' દાદા અમને વાર્તા કરોને ?? ' નાનો નટુ બોલ્યો ને દાદા એમના દાંત વગરના અવાજે બોલ્યા...  
મારી પાસે આવીને બેસ. ગલુડિયાની જેમ વળગીને નટુ પણ ડાહ્યો ડમરો થઈને બેસી ગયો.
'તને કેવી વાર્તા કહું બોલ.. સુપર હીરોની જ ગમશે હે  ને ??' 'પપ્પા મમ્મી બા જલ્દી આવો દાદા સુપર હીરોની વાર્તા કરે છે.. !!' બધા ટોળે વળી ગયા ને દાદાએ વાર્તાની શરૂઆત કરી. 
નાનો નટુ ક્યારે સૂઈ ગયો તે કોઈને ખબર પણ ના રહી. થોડી વારે જોયું તો નટુ ઉંઘમાં બડબડતો હતો.. માણસ ખાંઉ માણસ ગંધાય એ રાક્ષસને મારો... ને અચાનક હવામાં હાથ ઉલાળતો દેખાયો. 
બધા હસી પડ્યા. આ પહેલા વૄન્દાવનમાં પૂતના ને મારી તો કૄષ્ણ સૂપર હીરો હતા ને નટુ 
પોતાની નાનકડી વાંસળી લઈને દાદા સાથે રમતો. ને કેહતો દાદુ મારી વાંસળીથી બધા ઉંદરને 
ભગાડીશ પછી મને જાદુઈ નટુ કહેશે. પાવર છે દાદાની લાકડીની જેમ. 
મીનુ બોલી મારી ઢીંગલી બોલી મામા નું ઘર કેટલે દીવો બળે એટલે..!! નટુ બારી પાસે જઈને ગાવા લાગ્યો... ગો અવે કરોના વી નીડ ટુ પ્લે ઇન પાર્ક... ગો કરોના ગો ...!! ને મમ્મી ને વળગીને બોલ્યો આઈ
મિસ માય સ્કૂલ !! દાદુ ને પપ્પા બોલી ઉઠ્યાં તો ચાલો રમીએ ગોળ મજાનું ટામેટું રસથી ભરેલું ટામેટું ને મીનુ બોલી ને પછી બાય બાય ચાઈંણી પેલે ધેર ધાણી..પણ !! દાદા યુ આર માય હીરો.  અસ્તુ --- રેખા શુક્લ