બુધવાર, 7 ઑગસ્ટ, 2013

દ્વારપાલ

એક અજાણ્યું સ્મિત કહે આવીને વાત કર ને
મધુર જાણીતું મંદિર કહે આવ દર્શન કર ને
ગેટ પગથિયું દ્વારપાલ બોલતો નમન કર ને
વાવ પગથિયું ડરાવે કહે પથ્થર ચઢી લે ને
કુંડ ગોખલે વિષ્ણુ મુર્તિ દિપ જલે વંદી લે ને
----રેખા શુક્લ 


બેશરમ

મેઘબિંદુ થઈ છળ્યો રે લોલ
બાગમાં ટહુકો ભળ્યો રે લોલ
પધારી વાસંતી મળ્યો રે લોલ
આંગણું ભીંજી વળ્ગ્યો રે લોલ
બેશરમ પાછો વળ્યો રે લોલ
ખોબલી વાંછટે છળ્યો રે લોલ
છણકો વ્હાલમ ગળ્યો રે લોલ
વાણીના રૂદિયે મળ્યો રે લોલ
---રેખા શુક્લ

જાગી નીંદર

ભાગી ભાગી વાદળની રેલગાડી કાવ્યો લઈ ભાગી 
હૈયાની હેલીઓ તોડી ગાજ્યો ખુબ ને જઈ વૈરાગી

વરસતાં વરસી પેલી તરસ્યા સ્મરણો લઈ માંગી
સુરમયી સંવેદનાથી ભીંજી પર્વત ને જઈ વળગી

નંદવાઈ મટકી રે છનનન ઝાંઝર ભીની સળગી
મંડાણી મીટ પાગલ જાગી નીંદર રાણી વર્ણાગી
---રેખા શુક્લ