મંગળવાર, 12 માર્ચ, 2019

ચૂંટ્ણીમાં .. !!

દેશપ્રેમી મગ્ન નાર નવેલી  મોહિની મલપતી નાર
ત્રિરંગા કોતરણી એ ને કાંગરીએ ફરકાવે નાગર નાર

પરપોટાને ફીણ ભાસતાં ભાગે જૂઠા ચૂંટણીએ જોઈ નાર
તલવાર ભાષિણી ચાલ ટહેલતી કરે ફેરવી નજરિયો વાર

ધારદાર વાક્યો શૂરવીર ફરતી ફૂદરડી ફળીયામાં નાર 
બિરદાવે દેશભક્તિ અગણિત 'કેસરિયાં'પાળિયામાં નાર 
---રેખા શુક્લ

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ- કોન્સટન્ટ સર્વેલન્સ


ગીફ્ટ ડ્રોપ્સ ફ્રોમ સ્કાય
સ્નોફ્લેસ્ક ઓફ મર્સી ફ્રોમ સ્કાય

મેઘધનુષ્યને લાગે ભોંઠપ
જોઈ ફૂલોના રંગોમાં

પહેરી પાંખો ઉડે સ્વપનિલ
સૌંદર્ય કેશીની મોહિનીમાં

રણકી ઉઠે  નૂપુર પાયલે
પડતા શેરડાં શર્મિલા ગાલમાં

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ,
વસંત વાવુ ફળિયામાં

રંગ બહાર ને બાગ પુષ્પના
સંગીત વાવું કર્ણમાં

છલક છલક છલકાંઉ
ગગરી થનથન આંગણમાં

નાચુ ભૂલાવું ઉમ્ર ચુરાવું
સમજણ વાવું જીવનમાં
----રેખા શુક્લ 

પીક્યુલર ઇમેજીનેશન....માં

No photo description available.
૯૦% ખુશાલી ચીલો પાડવામાં 
૧૦% સંગ ભળે તાલી ખુશીમાં

વિચારકોના કંઠ ઉષ્માની રૂહમાં
રંગ ઝરૂખે મસ્તાની રહે ખુશીમાં

કંકાવટીમાં મલકી રહે શબ્દમુદ્રામાં 
પરિચય દ્ર્શ્યોની ઝલક પરંપરામાં

નજરની છે સાક્ષી મુજ યાત્રામાં
પ્રશ્નોના પ્રશ્નો વસે ક્રિયા પ્રક્રિયામાં

પૂરપાટ વહેતા વાહને કૂતુહુલતામાં
કણસતુ દર્દ જાય ભૂલાઈ ભવ્યતામાં

પલાઠી પરોઢી છે અજવાળી ઉષામાં
રંગરંગી ઝાલર તાણી વાદળે સંધ્યામાં

રક્તમાં ડૂબી શબ્દો દિપાવ કાગળમાં
હ્રદયને આંસુ આવે જો ટપકાવ કલમમાં

ફ્રી ફોલિંગ સળવળે લિવિંગ રિલેશન્સમાં 
ડાય  હાર્ડ "જીવન" રોજરોજ ખોળિયામાં

પીંછુ ફેરવે હસી તું ભળી વળી કાવ્યમાં 
કૄષ્ણ તું જગતે વસ્યો માત્ર રૂડી રાધામાં
---રેખા શુક્લ