બુધવાર, 25 નવેમ્બર, 2015

એક નગરે....

ભૂંગળીના તોરણે ઇબાદત કરતી મહોતરમાં ને જોઈ
પેશ કરે દુઆ ગરીબખાને કી ઇજ્જત વિરાંગના ને જોઈ
----રેખા શુક્લ

પૂરી રાખીયે શું અમે શબ્દોને માળામાં
દિલે દીધા છે દાટી ઘાવ શબ્દોની આળમાં
સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા પાળમાં
તરફડે પરિંદુ નાદાન, પિંજર શબ્દોની જાળમાં
-----રેખા શુક્લ

કાયમ રહે

પરવરિશે ઇન્સાનિયત આબાદ રહે
ગુજારિશે યે હૌસલે કાયમ રહે 
રિયાસત કે બજાય જીવન બયાં રહે
શિસ્કત ઔર શાન કાયમ રહે
ઇશ્વરી આંચલ આશિષ સર પર રહે
લહુ  કે બુંદ કા માન કાયમ રહે
મૈં રહુ ના રહુ યાદે મેરી જિંદા રહે
બચપની મુસ્કાન બની કાયમ રહે
----રેખા શુક્લ

સરતું વિચારબિંદુ

અંતરાક્ષરી ના દેશની વાતુ, આવે યાદ સપનામાં
ડુંગરીયાળા દેશની વાતુ, યાદ મધુરી સપનામાં

આવે વિચાર કે બનાવીશું, નિવૄત્તી નિવાસ દેશમાં
જિંદગીના શ્વાસ લાગે, સ્થિર થયેલ ફૂંકો છે ફુગ્ગામાં

 દૂરથી ડુંગરા રળિયામણાં, લાગે વેરાન હરિયાળીમાં
કેવી સંવેદન પેહચાન કરાવે, ખિલેલા ફૂલો મૌસમમાં 
----રેખા શુક્લ

શુક્રવાર, 20 નવેમ્બર, 2015

थाम लो

बुलाती है राहे, मुजे मांग लो
रुलाती हैं आंहे, मुजे थाम लो
जगाती है मांगे, मुजे मान लो
लगाती हैं आग, मुजे जान लो
-----रेखा शुक्ला

જખ્મ આપે છે

પથ્થર ને  પણ જખ્મ આપે છે પેલા ઝરણાંઓ કોતરી કોતરી
ક્યાંથી આપે સાથ આંખો બોલી ઘાવ ગયા એ ખોતરી ખોતરી
               આમ જ દિલ રોવાનું
               આમ જ કૈંક ખોવાનું
ગિરે બુંદો ગાલ ચૂમીને કરે અલવિદા ભળી મૌન કોતરી કોતરી
મસ્ત ફકીરી ભાલે ટીલડી, આંખ રતુંબલ જીગર ખોતરી ખોતરી
            મલપતીનું આમ જ રોવાનું
            આખે- આખુ કૈંક રે ખોવાનું
-રેખા શુક્લ

મંગળવાર, 17 નવેમ્બર, 2015

હુંફાળો અવસર

શિક્ષિત સસલીએ ઝૂંપડી નું કર્યુ વાસ્તુ ને સજોડે સાત ફૂટની ટેકરીએ ઉજવ્યો મિત્રો સંગ એક હુંફાળો અવસર ને આમ જ હોશ ના હલેસાં થી હંકારી જીવન ની હોડી ને તે પ્રસંગ બની ગયો...બાકી તો પાનખર ને રહે છે પ્રતિક્ષા માત્ર વસંતની જ !! ને કોઈ ગણગણ્યું કે....
પાયલ સંગ નાચે ઘુંઘરૂ ઘુંઘરૂ રે...
બજા સંગ ભોગે ડમરું ડમરું રે...
ઐય ઐય ઐય ઐય ઐય ઐયે ઐય રે...
રંગ લે ચુનરીયા મોરી મોરી રે...!! 
-----રેખા શુક્લભાડાની ઓરડીએ સિફારીશ પોઢેલા ચંદ્ર ને
અસ્તાચળે નવજીવનની વાટે હથેળીના ચંદ્ર ને
ભજુ તુજને કરતા ગુજારિશ પોઢેલા ચંદ્ર ને
ડૂસકાં ની દિવાલ ટપી ને ભાળ હથેળીના ચંદ્ર ને
=====રેખા શુક્લ

કોરા કાગળે ઝાંકળ ભર્યા શબ્દો મહીં જોયા તમને યાદ છે
ટાંક્યા મોતી ને સુગંધ છેક હ્રદય સુધી રહી સહી યાદ છે !
======રેખા શુક્લ

મંગળવાર, 10 નવેમ્બર, 2015

निवाले

बस गई हैं बस्तीयां ये भी दिखावा है
आदमी की भीड में आदमी ही अकेला हैं
महेंगाईसे बाजार में थम गई उमंगे हैं
गमोंकी माला से सजा जिस्मी जनाजा हैं
निवाले की दिवाली अरे क्युं ये छलावा है
रूह में अगन और सिने मे तो हताशा है
----रेखा शुक्ला

તું સતાવે...


નીલગગન નું પંખેરૂ ભારતે ઉડ્યું આજે
ઝાંકળી ઝળહળતા ઉગી આંગણે આજે 

તુજ ની રજકણ સતાવે ક્ષણેક્ષણ આજે
અનુભવની કણકણ બોલે પળપળ આજે
----રેખા શુક્લ

પડાવ છે યાદો રૂઝાઇ, વ્યાકુળ પુરાણી જણાઈ
ભોળી રે લાગણી શાણી, પાણીમાં જઈ ઢળાઈ
----રેખા શુક્લ

થોડી અરજ

થોડી અરજ સમય થી ખમાતી નથી
બેડીઓ પગ પર ની ખોલાતી નથી

ઉમળકાના સ્પંદનો ને અશ્રુબુંદ કહ્યા
શ્વાસના ખૂણેખૂણે પળ ભીંજાતી નથી 

સુગંધીના કૂમળા પૂષ્પે વખાતી નથી
છે જગત જીગરમાં આગ સહાતી નથી
----રેખા શુક્લ


ગુરુવાર, 5 નવેમ્બર, 2015

માણસાઈ ના દીપ

રણ ન્હાય અશ્રુથી જ્યારે
ને થોર મહીં મહીં ધ્રુજતા
સ્વપ્નાની ડાળે કાંટા ઉગતા
તડકા જાગ્યા ખીણમાં ત્યારે
શબ્દોની લઈ ઈંટ પરિંદુ ફરે
ઇમારત કાવ્યની લઈ સુતા
પ્રેમમાં લઈ અસંખ્ય દિવેટ
માણસાઈ ના દીપ જ્લાવતા
----રેખા શુકલ 

जहां

मुजसे ना होगा जल्वा , 
नहीं मैं तेरा कान्हा,
कल्युग मैं ना कोई राधा
भागा रे मैं भागा, 
सपने से मैं हु रे जागा,
कल्युग मै जा सिर्फ महोतरमा
थंडी जान से निकलता धुंआ धुंआ
नटखट करे तरकट तो आग ही आग जहां
---रेखा शुक्ला

મંગળવાર, 3 નવેમ્બર, 2015

ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો !!

કલમ અને ચાબખા...વાહ પેન ની તલવાર , માર્યા વગર મારી નાંખે ને અસ્તિત્વ ની અભિવ્યક્તિ કરાવે વાચાળ કવિતા ...અંતર રેશમરેશમ હોય ત્યારે તમે જિંદગી વાંચી છે...? આવો ને મળો ક્યારેક અમને "પ્રતિલિપિ" પર , "સહિયારું સર્જન" પર અથવા અમ મિત્રો ની ફેસબુક ટાઈમલાઇન પર, અમારા ટહુકા ને વધાવવા બદલ અમે આપ સૌના આભારી છીએ. ભરોસાની પ્રેકટીસ અમારી ચાલુ છે કેમ કે સ્મિત માં તાકાત છે શબ્દને વિંધી ને સાંધવાની, શોધખણ બાળપણ ની યાદોની અનુભૂતિ શ્વાસ વપરાઈ જાય તે પેહલા કરાવે તે કવિગણ...રાતરાણી ને પારિજાત મુજ હૈયે વસ્યા,  ચિતાર રખડતા ચાતક નો મોરલો પૂરો કરે, ડૂસકાં ભરે ડોલરીયા જ્યારે આવે દેશ ની યાદ ..તો આપનું સુસ્મિત સ્વાગત છે.
------------રેખા શુક્લ