શનિવાર, 20 જુલાઈ, 2013

સુસ્ત સપનું...........!!

ટીપું શમણું દડદડી મોટો કરે ખળભળાટ
સમંદર ને  ખુંદીને ફાટી નીકળી છે વાંછટ

મ્રૃગજળ સમી ઝાંખી તોયે કરે સળવળાટ
 અક્ષર અરથની કુંપણે કવિતાનો પરમાટ

પ્રથમ ઉગ્યો સુરજ ને પ્રહર કરે ચળવળાટ
મોજીલુ મસ્તાની ટીંપુ રમતું  આવે ખાટ

સપનું ખાય બગાસું ને કરી દે બડબડાટ
ઉઠ્યું સુસ્ત ચાદર ઢોળી બેઠું જઈ તે પાટ
---રેખા શુકલ