શનિવાર, 3 ઑગસ્ટ, 2013

અલબેલા કાંટા !!

ભમરડું જીવન કરતું રે ઢસરડાં પોટલું ઉપર ઉપરથી ઉપાડતા !!
ખોરડાંના પાંચેય ઓરડા બંધ થવા અધુકડાં ચાલે છે ધડપણે કાંટા !!
---રેખા શુક્લ

અલબેલા હમસફર નો અનેરો અંદાજ !
આંખે હસતું શમણું મારૂં પુરે થઈ રિવાજ!
શ્વાસે ભળ્યો કસુંબ રંગ મસ્તાની મિજાજ!
---રેખા શુક્લ

બંધ અક્ષર

મળતા રહે શ્વાસ જીવતાં રેહવા
બોલપેન ની બસ રિફિલ જેવા
કાગળ કરું છું બંધ અક્ષર કહેવા
અરથના ઉઝરડા સાંધવા જેવા
--રેખા શુક્લ

રાજ્જા

ઉઝરડાં શબ્દોના સગપણ મટી ઝાંઝા
ઘડિયાળના આંક્ડા મુકે વર્ષોની માંઝા
દોરડા દોરડા તુટ્યાં કરે નસોમાં રાંઝા
ટહુકે ટહુકે વસ્યા કરે શબ્દોમાં રાજ્જા
---રેખા શુક્લ

સંબંધો ની હસ્તી

સંબંધોથી વસ્તી અહીં કેટલીય હસ્તી
મહાનુભવિ કવિઓની ભળતી દોસ્તી 

પેપરલેસ જગતે કવિતા ની પસ્તી
મજાક,મશ્કરી, પ્રેમ ની રહી વસ્તી
---રેખા શુક્લ

વાતો વાતોમાં.....

ઘાયલ કરે છે બસ ખાબોચિયાંની વાતોમાં
બબાલ કરે છે ખાસ ભૂંસાવાની વાતો માં

સવાલ કરે છેને અભાગીપંખીની વાતોમાં
ધમાલ કરે છે કેમ સૂતેલીસાંજની વાતોમાં

ખયાલ કરે છેને શબ્દોના વજનની વાતોમાં
ખીણમાં પડેલ ટોચ નો ને ટોચ ખીણની વાતોમાં

પ્રશ્નોતો ઉભા જ રહે ખાલી બંધ આંખો વાતોમાં
રોકાઈ જાય છે સવાલો ના જવાબ થઈ વાતોમાં
---રેખા શુક્લ