રવિવાર, 24 મે, 2015

પ્રેમ પારેવડું

યાદો ના રણે મ્હાલતું પ્રેમ પારેવડું
તુજ સમા ઉઘડતા આકાશે
એક્ધારો વા'તો મંદ મંદ પવન થઈ
તપતા વદને ઠંડો વાયરો તું
તડપ એક મીન ની સમજે સાગર થઈ
ઘૂઘવતા નીર ને જોશની લહેર તું
બુંદ બુંદ શૂન્યતા માં સમાઈ જાંઉ
સર્વસ્વ નું ગુમાન હરખાઉ મુખે તું 
શિવ સમું ધ્યાન ને રૂપાળું હ્રદય
બંધ નયને ભાળે જગત હૈયાનું તું
----રેખા શુક્લ

કા'ના નું કાળજ કોરે....
વાદળનું છલકવું, તડકાનું હસવું 
તારું ચાલી જવું, અડકીને હસવું 
ઇરછાની તાસીરનું અમસ્તું મલકવું
વિચારોની ભીડે ખાલીપો થૈ ઝૂરવું
કાગળ પીંછા, રંગીન રંગે ચૂમવું 
મોગરાની વેણી નું તુજમાં મહેકવું 
અંબંર રંગી લીપ્યું આંગણ તુજમાં સમાવું
ખર્યું હાસ્ય, ઉંડા ખંજન, ઉદરે છૂપાવું
---રેખા શુક્લ
માણસો ના નામ ના પૂતળા કરે શોર
બેહરા થઈ ને ગામ માં કરે છે શોર 
----રેખા શુક્લ
'સ' ને મળ્યો આકાર ને  સપના બની બેઠા સળવળી 
----રેખા શુક્લ