શુક્રવાર, 1 મે, 2015

પાંગરી ઉઠે


ચાહતભર્યું ચુંબન ને ગાઢી વ્હાલી બથ
રોકાશે કેમ આજ, હવે છોડવી શેને બથ

હક્ક ની ચાહતમાં બક્ષે રૂપકડો સંસાર
ખુલ્લી આંખે અનુભવું દિલડાના ધબકાર

આળસ મરડીને ઉઠેલા સપના પણ જાગી ઉઠે
લગ્નજીવનમાં પતિ-પત્નીનો પ્રેમ પાંગરી ઉઠે
---રેખા શુક્લ

અલંકારો ની શોભા

મુંછાળા મરદનો ઘેરા સાદનો ઘાંટો
સરકતી ચુંદડીએ પગમાં વાગ્યો કાંટો
...રેખા શુક્લ
શૈશવના સંભારણા ને યૌવનના શમણાંઓ
કલ્પનાના મિનારાં ને હકીકતના પીંજરાઓ
----રેખા શુક્લ
ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતા ની કેડી લઈશ
તું આવ જરા ઓ'રો, હું તુજ રંગમાં રંગી લઈશ !
---રેખા શુક્લ

સૂરશબ્દના અલંકારો ની શોભા છે ન્યારી
સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી
---રેખા શુક્લ
મળે ગંગાજળ ઘર બેઠે તો મરવાનું મને પસંદ છે
મળે રસપાન કવિતાનું તો કવિ સંમેલન પસંદ છે
----રેખા શુક્લ

Line Sister


પ્રિય Line Sister કહીને રે અજાણી થઈ ગઈ
રસ્તે રઝળતી વાર્તા ની કથા અધૂરી થઈ ગઈ
ફૂલો ખીલ્યા ડાળે કંટક પર્ણ વિહોણી થઈ ગઈ
બુંદ બુંદ છલકાતી ક્યારે મીટર મીટર થઈ ગઈ
શબ્દો ની કરામતમાં હાંફી હુંફ કવિતા થઈ ગઈ
હસતી રડતી રમતી ગમતી પરાઈ જ થઈ ગઈ
---રેખા શુક્લ