ગુરુવાર, 20 જૂન, 2013

જાગે છે.....

હું શમણાંઓને માણું છું; 
એ હકીકત લઈ ભાગે છે
હું અળગો રહેતા જાણું છે; 
એ શબ્દ લઈ જાગે છે
....રેખા શુક્લ

સુગંધ ઢોળું;

ખોબો ભરીને સુગંધ ઢોળું; 
વરસાદ બનીને વરસું
મહેંકતા માસે પલળે ટોળું; 
પરસાદ બનીને પીરસું
એકલતામાં પીગળે ભોળું; 
તુજ શ્વાસ બનીને જીવવું
મહેકતી વાતું એજી ખોળું; 
તુજ રંગીન સ્વપ્ને જીવવું
 ---રેખા શુક્લ