શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

હોવાપણા નો ભાર વળગે...........

ઉઝરડામાં વહે છે અસ્તિત્વ, રહી રહી વળગે
અક્ષરે વિંધાતુ શૈશવ, લસરકા રહી રહી વળગે
----રેખા શુક્લ
આપણા હોવાપણા નો ભાર, આખરે નડ્યો
સંબંધના કોરા આંગણે, ધોધમાર થૈ જડ્યો
---રેખા શુક્લ

આવતો રે ...ઝંખુ રે ઝાઝુ

પૂરવની પ્રિતડી નું બંધાણ રહ્યું રે ઝાઝુ
લાલજીનું બંધાણ રહ્યું જીગરમાં રે ઝાઝુ
ફોડી ટચાકા લંઉ ઓવારણા ઝંખુ રે ઝાઝુ
બીબા વિણ પાડુ ભાત્યું આવતો રે ઝાઝુ
----રેખા શુક્લ

જખ્મ નું વર્તુળ

મન ને તો રોજ ઉછેરવાનું, રૂડા છોડલાની જેમ
પાંદડા ના પંખીડા ઝૂલે, લ્હેરખીના ઝૂલાની જેમ
કિરણોની ઝારી એ ઝૂરે, ઝરમરી બંદગીની જેમ
મોગરાની સુગંધ, સંગ અનુભૂતી ધૂપદીપની જેમ
જખ્મ નું વર્તુળ વિસ્તરતું, છોડી ન નિશાનીની જેમ
સુક્કુ ખડખડતું પાન વાસંતી પ્રતિક્ષાએ ખરવાની જેમ
---રેખા શુક્લ