રવિવાર, 6 એપ્રિલ, 2014

ખુશ્બુ થી ભરી ભરી...


અંતરિક્ષમાંથી ગુજરી, પ્રકાશમાં ગુજરી ડરી ડરી
ગુરૂની ગમતી ખરી ખરી, કસોટી થી ભરી ભરી

ફૂંવારો ને ફૂલદાની, ફૂલડાં માં ખુશ્બુ થી ભરી ભરી
વેબને વળગી ભળી, જો આંસુમાં તો ખરી ખરી

પ્રસંશનીય વૈભવી, ખુશ્બુ પણ ચિપકી જરી જરી
બરફનું એક પંખીડુ ઉડતું જઈ ગગને ફરી ફરી
------રેખા શુક્લ ૦૪/૦૬/૧૪

અરિસે મિલન...


પાનખરે કૂંપણ ફૂંટ્યું, એક ફૂલ પથ્થરે ઉગ્યું
હોંચી હોંચી કરતું ભાગ્યું,પાછળ શ્વાન પડ્યુ

શ્વાસ લેવા જો રોક્યું તો શ્વાસ જ છોડી ગયું
કૄષ્ણ કૄષ્ણ ની તૄષામાં શબ્દ તરોવર તર્યું

અજનબી અવનવી દુનિયે જાણીતું કોઈ જોયું
આંખ્યુ ના અરિસે મિલન રાધે-શ્યામ હસ્યું
----રેખા શુક્લ