બુધવાર, 24 એપ્રિલ, 2013

સવાર .....ટેરવે ઇશારો થઈ અડે છે સવાર રોજ લડે છે
ભળાય નશો તો રડે છે સવાર રોજ ચડે છે
પંછી સંગ રંગે ઉડે છે સવાર રોજ જડે છે
બની ઝાંકળ જો રડે છે સવાર રોજ પડે છ
----રેખા શુક્લ
*******************************


પટપટ પટપટ કોંક્રીટ માં ઉગ્યું નાનું જંગલ
જોતું ઢળ્યું સુરજનું ટપકું થાશે અહી મંગલ
તમરાં મારે સિસોટી છોરાં રમતાં લખોટી
એક મુરતની પ્રાણપ્રતિષ્ઠા ટીચરની સોટી
--રેખા શુક્લ ૦૪/૨૯/૧૩
********************************
ભીતર અંતર આરસીએ કાન્હાની સોણી સુરત નિરખી
સપનાનો માળો વાંઝણી ઇરછા માણી ચણમાં સરખી
---રેખા શુક્લ ૦૪/૨૯/૧૩

ચોમાસું

રેબીટ ઇયર્સ વાળા ટી.વી મા 
જઈને ઘુસતું જાલીમ ચોમાસું
ઝરમર ઝરમર આભેથી ચોમાસું
સતત વરસ્યું બાઝ્યું લે ચોમાસું
તારી મારી ઉપર-વચ્ચે ચોમાસું 
રીમઝિમ રીમઝિમ હસ્યું ચોમાસું
દહેજ માં આંખે થી ટપક્યું ચોમાસું
છત્રીએ જઈ ટીંગાણું જોને ચોમાસુ
નવલી નક્કોર છાંટે દાઝ્યું ચોમાસું
બાલ્ટીમાં ટપટપ બસ રોયું ચોમાસું
શબ્દોના સાથિયા ભીંજવે ચોમાસું
ઘમ્મર વલોણું હીંચે મખ્મલ ચોમાસું
મોબાઈલમાં ઘલાઈ સોયું ચોમાસું
--રેખા શુક્લ