મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

સંભાળી લેજો !!

ભીંત ને વાગે બારણું...સંભાળી લેજો !!
ગગનવાસી ધરા પર ખોબા જેવડું પંખીડાનું આ પાંજરું
પ્રેમાળ જ્યોતિ ના ઉઘાડી દ્વાર મનાવી લેજો આ પંખીડું
---રેખા શુક્લ

રવિવાર, 23 ઑગસ્ટ, 2015

અમારી તમારી....

કરવાની રહે ના વિનંતી, ગણો છો જ્યારે મુજને તમારી
અમાનત અમે રહ્યા છીએ જાણીલો વાત અમારી તમારી
શક્તિ છે મા , તેજ છે દિકરી, ઉજાળવા દુનિયા તમારી
ગુડ્ડા-ગુડિયાં જેવા ચેહરા જોઈ પ્રેમે સાંભળે વાત તમારી 
----રેખા શુક્લ

શનિવાર, 22 ઑગસ્ટ, 2015

સ્મૄતિમેઘ ની વેદના ....!!

સ્મૄતિમેઘ ની વેદના પ્રયાણ ટાણે


લુપ્ત થાય પડછાયા સંધ્યા ટાણે

ખળખળ વહે જીવન કેસરી ટાણે

પંખી વળે ઘર તરફ સાંજ ટાણે

લહેર સતરંગી ચુનર અસ્ત ટાણે

અમરત કટોરી ગંગાજળ ટાણે 

----રેખા શુક્લશુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

તું તો છે ધબકાર ....

તું તો છે ધબકાર ....
પાત્ર એવું ભજવાણું લાગ્યું થયો ઝબકાર
માત્ર એવું સંભળાયું કેવો થયો  ચમત્કાર
બળતા દિલે ઉભરો ઠાલવ્યે થયો છમકાર
હસતા હોઠે લૂંછી આંખો પગલી કરે રણકાર
---રેખા શુક્લ

સાદ પાડે પગલાં....


પટરાણી રાધા ના જાન પગલાં
ગોકુળના મારગે કૄષ્ણ પગલાં

સુખના ઝાંઝર રણક્યા પગલાં
સીવેલા હોઠ ગણગણે પગલાં

સૌરભના ઉઘાડે દ્વાર પગલાં
કેડી વૄંદાવનની માણ પગલાં
----રેખા શુક્લ


શનિવાર, 15 ઑગસ્ટ, 2015

પર્ણ અભિષેક

કુંપણ વિણ ઉગ્યું પાન
ઝાંકળ વિણ રોયું પાન
લચી પડી જોઈ પાન
ડાળી રડી ખોઈ પાન
---રેખા શુક્લ*

કરે પર્ણ અભિષેક ઝાંકળે
---રેખા શુક્લ*

રચાયું તારામંડળ કે પરફેક્ટ સ્નોફ્લેક્સ ધરણીએ
---રેખા શુક્લ*મિની વ્હીલબેરો ને આવે શરમ 
પ્યાસી  તરસ ઘાસ ની
ભમરાં ને કહો છોડી દે ફૂલડાં નો ભરમ
----રેખા શુક્લ*

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

અસલી પોતને વણીએ..લઈ ને પર

શબનમ નો રહ્યો  રૂઆબ ફૂલો પર 
ફૂલોની રોનક ઝાંકળભર્યા પર્ણો પર 

ચારેકોર કાંટા તોય ઉગ્યા ડાળ પર 
સુગંધ ની રોનક લઈ  ઉડી હવા પર 

મુક્ત થઈ ઉડ્યું  રે  પંખી આશ પર 
જોઈ માનવ પાછુ ફર્યું પંખી કાપી પર
----રેખા શુક્લ
શબનમ નો રહ્યો  રૂઆબ ફૂલો પર 
ફૂલોની રોનક ઝાંકળભર્યા પર્ણો પર 
ચારેકોર કાંટા તોય ઉગ્યા ડાળ પર 
સુગંધ ની રોનક લઈ  ઉડી હવા પર 
મુક્ત થઈ ઉડ્યું  રે  પંખી આશ પર 
જોઈ માનવ પાછુ ફર્યું પંખી કાપી પર
----રેખા શુક્લશબનમ નો રહ્યો  રૂઆબ ફૂલો પર