ગુરુવાર, 27 જૂન, 2013

મશ્કરી માં ....

મશ્કરી માં ....
શમ્પુ ની જગ્યા મિલ્ક શેક લઈ ગયું
ખાંડના ડબ્બામાં મીઠુ ભરાઈ ગયું
નેઈલ પોલિશ ની જગા કેચપ લઈ ગયું
ટુથપેશ્ટ ની જગા શેવીંગ ક્રીમ મુકાઈ ગયું
ને જગાડી સ્વપ્નમાંથી તો હસ્યા જ કરાયું...!!
--રેખા શુક્લ

ઢળતો ગયો ભળતો ગયો ચાસણી ની જેમ ઓગળી ગયો
ભુલ્યો ખુદ ને એકમાં જોઈ અનેક ને પછી પીગળી ગયો !!---રેખા શુક્લ

વ્હાલ દિપતું...

બલમા જાનું ના રે; હાયે માનું ના રે
કાહે સતાયે મુજકો; મૈં તો દેખું નારે હાયે...
ભઈ ભોર હાર માન રે; માફ કિ ખતા જાન રે
બલમ આ રે પાસ રે; યું દુર ના જારે હાયે...
......રેખા શુક્લ

કંકુવર્ણી કવિતા લઈ ને પરોઢિયું જાગ્યું
પંખીપંખી શબ્દો થઈ ને આભલિયું રંગ્યું

દડદડ દોડતું વ્હાલ દિપતું લાઈકમાં જોયું
લજામણી નજરૂ હરખાઈ ને બલમ પર મોહ્યું.
..રેખા શુક્લ