મંગળવાર, 28 ઑક્ટોબર, 2014

મા જાગો


સોના માં ઉગ્યો સુગંધી સૂરજ તમે જાગો
પલકોમાં છે જાગ્યા શમણાં થઈ માં જાગો
ભૂલકું હજી જિદ્દી દિલ ભલે આથમ્યા જાગો
કર જોડી પિતા પુકારે પુત્તર બની તો જાગો
ચિસો પાડી કરુણા પુકારે માનવતા રે જાગો
ખાલી મુઠ્ઠી પંચ ભારી એકત્રતા માં રે જાગો
----------રેખા શુક્લ

અગ્નિપથ....અગ્નિપથ


અગ્નિપથ....અગ્નિપથ
નર્સ ઇન પ્લાસ્ટીક ટેન્ટ...ઇબોલા ઇબોલા ...રે ચેતજો જરા 
વેકો પહેલવાન જિવિત જિવડો 'હોલોવીન" છે ચેતજો જરા
ભૂલકા ને જરુર "માતપિતા" ની મિત્રો બનવાનુ મુકી ને જરા
વ્યસન માં વ્યસ્ત રહ્યા છે ઝેરીલા સર્પ બધે... રે ચેતજો જરા
અગ્નિપથ ....અગ્નિપથ
ખોદવાનું, ખણવાનું, ખાવાનું, બોલો કયું ઝેર પસંદ તમને
રોજ રોજ મરવાનું, તોય જીવતા રેહવાનું કેમ પસંદ તમને
માણસ ભક્ષક માણસ નો ભ્રષ્ટાચાર નેતાગીરી પસંદ તમને
કૄષ્ણા તૄષ્ણા ક્યારે પધારો જંગલે ઉગી બાંસુરી પસંદ તમને
અગ્નિપથ....અગ્નિપથ
----રેખા શુક્લ