મંગળવાર, 18 જૂન, 2013

મઝધારે સરવાળા

કામમાં ખોવાઈ જા કેહતી 
સુધ્ધિ બુધ્ધિ ભાગી જા કહેતી
હાથમાં સમાઈ જા ને કેહતી 
રિધ્ધિ સિધ્ધિ લાગી જા કહેતી
----રેખા શુક્લ

ચાહતની જુવે ખુમારી;
વરસી વાદળ રૂવે ખુમારી
ધોધમાર તરસી ખુમારી;
તલપની રટણ ખુમારી
ખિલવે ક્યારે પ્રેમ ખુમારી; 
મોરપીંછે રમે ખુમારી
લંઉ ઓવારણા વાહ ખુમારી; 
પાણી પાણી ગમે ખુમારી
----રેખા શુક્લ

સંગ ફર્યા પ્રશ્નો તર્યા...
અંગ તર્યા ખુદ મર્યા.....
અંક ફર્યા દ્ર્શ્યો ફર્યા...
જંગ કર્યા આંસુ સર્યા... 
----રેખા શુક્લ

ઉછલતા દેખ ચાંદ કા મુખડા; 
દરિયા તો પાની કા ટુકડા...
----રેખા શુક્લ

દરિયા છે ધરતી નો ટુકડો; 
ઉછળે જોઈ ચાંદ નો મુખડો. 
----રેખા શુક્લ

તમન્ના આભે મઝધારે; 
તનમન કાંપે સંગ ધારે.
----રેખા શુક્લ

સરતો સમય પાયે પડે ને 
યુવાની ક્યારે પ્રોઢ બને !!
----રેખા શુક્લ

આંકડાને અક્ષરોના સરવાળા ; 
તાંપણા ને ટાઢકમાં કરમાણા.
----રેખા શુક્લ

કોઈ ગઝલ મળે !!

જો રોંઉ આંસુ તો એ તો મને સહજ મળે
ને હું ના પેહલા તુજ નયનમાં ભેજ મળે
હ્રદય ની હઠ છે પ્રથમ થઈ મનને મળે
પછી ભલે ને વધારે નહી તો સહેજ મળે
રખડું ઇરછા ભળી જાય જો હું મા તું મળે
ચાહું તુજ ને મુજમાં કોઈ ગઝલ મળે !!
--રેખા શુક્લ