બુધવાર, 25 નવેમ્બર, 2015

એક નગરે....

ભૂંગળીના તોરણે ઇબાદત કરતી મહોતરમાં ને જોઈ
પેશ કરે દુઆ ગરીબખાને કી ઇજ્જત વિરાંગના ને જોઈ
----રેખા શુક્લ

પૂરી રાખીયે શું અમે શબ્દોને માળામાં
દિલે દીધા છે દાટી ઘાવ શબ્દોની આળમાં
સાંખે સંગે અંગેઅંગે, રંગ ઉઝરડા પાળમાં
તરફડે પરિંદુ નાદાન, પિંજર શબ્દોની જાળમાં
-----રેખા શુક્લ

કાયમ રહે

પરવરિશે ઇન્સાનિયત આબાદ રહે
ગુજારિશે યે હૌસલે કાયમ રહે 
રિયાસત કે બજાય જીવન બયાં રહે
શિસ્કત ઔર શાન કાયમ રહે
ઇશ્વરી આંચલ આશિષ સર પર રહે
લહુ  કે બુંદ કા માન કાયમ રહે
મૈં રહુ ના રહુ યાદે મેરી જિંદા રહે
બચપની મુસ્કાન બની કાયમ રહે
----રેખા શુક્લ

સરતું વિચારબિંદુ

અંતરાક્ષરી ના દેશની વાતુ, આવે યાદ સપનામાં
ડુંગરીયાળા દેશની વાતુ, યાદ મધુરી સપનામાં

આવે વિચાર કે બનાવીશું, નિવૄત્તી નિવાસ દેશમાં
જિંદગીના શ્વાસ લાગે, સ્થિર થયેલ ફૂંકો છે ફુગ્ગામાં

 દૂરથી ડુંગરા રળિયામણાં, લાગે વેરાન હરિયાળીમાં
કેવી સંવેદન પેહચાન કરાવે, ખિલેલા ફૂલો મૌસમમાં 
----રેખા શુક્લ