ગુરુવાર, 30 મે, 2013

ઘર

સમંદર જેવી ઓટ ને ભરતી  
ભારત ની યાદ આવે છે
સરીતા પેહલા કુવે ફરતી
ઉર્મિ થઈ હિલોળા આવે છે
લીલી્છ્મ્મ માસુમ કુંપણો
કુંણા પુષ્પો લૈ આવે છે
ખાંખાખોળા કરવા સસલી
ખિસકોલી સંગ આવે છે
બચોળિયું ને ગલુડિયું ગેલમાં
વ્હાલ મુજને ભરમાવે છે
 રડતા ઘર આવ્યું છે યાદ
સમય મુજને ન ઠારે છે
આજ ભારત ની યાદ આવે છે......!!
---રેખા  શુક્લ ૦૫/૩૧/૨૦૧૩ (૫૫)