શુક્રવાર, 29 ઑગસ્ટ, 2014

યાદ આવે શિશુ થઈ


રંગીન બરફના મસ્ત ગોળા
બરણીમાં આથેલાં આમળા

ને ભુલાયેલી ઓરેંજ પીપરવાળા
ચોરી ગયા મારા મુજને મારામાં રેહનારા

કૂંણા પુષ્પો ની ડાળખીએ
તુમાખી તોર વાડ કાંટાળી
તમે શ્વાસ માં ભળી ગયા
આંખ્યુ ની લિપિ ઉકેલો
ગુલાબ દઈ દિલ લેનારા

દાવ દઈ ના દઝાડશો
ફુગ્ગામાં વાગી ફાંસ
પગપાળા નીકળી ચાલ્યા
ભૂલી મેળાપ ના ગાન
વરસ્યા ભીતરે કિરણ થઈ

કૄષ્ણ પ્રિયતમ વ્હાલા
પંખીડુ હવે રિબાય જો
ઉઘાડો ને આભનો ઝરૂખો
એક ઇરછા ઉડી "આવજો"
ખુલ્યા અક્ષર ચૂમી ઉઘાડજો
----રેખા શુક્લ