શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

ए हिंद देश के लोगों, सुन लो गौ माता कहानी…

हिंद देश के लोगों, सुन लो मेरीदर्द कहानी |
क्यों दया धर्म विसराया, क्यों दुनिया हुई वीरानी ||

जब सबको दूध पिलाया, मैं गौ माता कहलाई |
क्या है अपराध हमारा, जो काटे आज कसाई ||

बस भीख प्राण की दे दो, मै द्वार तिहारे आई |
मैं सबसे निर्बल प्राणी, मत करो आज मनमानी ||

जब मैं जाउँ कसाईखाने, चाबुक से पीटी जाती |
उस 200सेटीग्रेड उबले जल को तन पर, मैं सहन नहीं कर पाती ||

जब यंत्र मौत का आता, मेरी रुह तक कम्प जाती |
मेरा कोई साथ देता, यहाँ सब की प्रीत पहचानी ||

उस समदृष्टि सृष्टि नें, क्यों हमें मूक बनाया |
हाथ दिए लड़नें को, हिन्दु भी हुआ पराया ||

कोई मोहन बन जाओ रे, जिसने मोहे कंठ लगाया |
मैं फर्ज़ निभाउँ माँ का, दूँ जग को ममता निशानी ||

मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते |
क्यों जननी के चमड़े से, तुम पैसा आज कमाते ||

मेरे बछड़े अन्न उपजाते, पर तुम सब दया लाते |
गौ हत्या बंद करो रे, रहनें दो हमारी वंश निशानी ||

-----Radha krishna ji Maharaj

શિવજી ની આંગળી

પ્રથમ સાગર શરણે સ્નેહી થઈ તરવાનું 
શિવજી ની આંગળીએ મુજનું સરવાનું !
જતાવી લે જલાવી લે ક્યાં મારે જીતવાનું
જળાઈ ને જણાવી લે ત્યાં મારે ઝુરવાનું !
---રેખા શુક્લ 

પુરણપોળી !!

પટપટ ફૂટી ધાણી ફૂટી પકડી વાટકી ત્યાં તો ફૂટી
અટકી અટકી ધાણી ફૂટી ઝટથી ખાતા ખાતા ખૂંટી
***********************************
વાટકી લોટ ઘી નું ચોસલું 
નાંખી ને ઢેફું ગોળ હલાવું
આંધણ ઓરૂં લાપસી પોરૂં
વારણાં લંઉ ગોપાલ છોરૂં

***********************************
વ્હાલી બા ના ઢગલાં બાળકો રમતા હસતાં અમે બાળકો
ખિસ્સા ભરી ખોખા-દાળીયા પકડા પકડીમાં અમે બાળકો
***********************************
લવારૂં પકડી પરાણે દુધ પા'તા જોયા'તા મામાજી
નકુચો ભાંગી હિંચકો પાડ્યો'તો યાદ છેને મામાજી?
**********************************
મટકા ગુલ્ફી, રાવલગાંવ ને ઓરેંજ ખાટી મિઠ્ઠી ગોળી
મામુ લાવે શિંગ-સાકરિયાં મમ્મી બનાવે પુરણપોળી !!
---રેખા શુક્લ

રિચાર્જ કરીને રામરામ

પાંગરી જાય છે હૈયું રિચાર્જ કરીને 
ઝાંકળ ભીની પરોઢી શૈયે ચાહ થૈને
.....................................
પોપટ વસે સિંડ્રેલા ના વસવસે
છે કોથળો હાડચામ નો વખવખે
........................................
પૂર્વે રહીને પરપોટાનું ઝાંકળબિંદુ થાવું
કાવ્ય કૂંપણે મોરલી સંગે મીઠ્ઠું ગાવું !
એજ ભીડમાં નારીના પાલવડે બંધાવું
જેને દીઠે નેણલાં ઠરે હરિહરનું સંધાવુ
............................................
આભને ઝરૂખડે મુજ બાલમ તો રાજ્જા
ટકોરા મારે આભલે પતંગી તો રાજ્જા
............................................
સનાતન લયમાં બારમાસી નું થાવું
નવા વરસના રામરામ બારણીએ આવું
..........................................
બહેનડી પૂછતી ખબરાંતરમાં રડવું
દસ કાગળીયે અક્ષરોનું ટપટપ પડવું
અક્ષર ભીના ખિસ્સે તડકો ગોઠવું
બે લીટીના વચ્ચે ઝાંખપનું સંતાવું
.......................................
કૂંપણ કેહશો તો વાદળીયું રોવાનું
મંદિર શરણે રાહ જોયા કરવાનું
ક્રિશ્ન  રંગે રાજી આમંત્રણ ગણવાનું
બિયું બને શબ્દ પાંગરે કવિતાનું !
નયન કક્ષે દર્પણ વિદાય થઈ જાવાનું
પ્રિતમ મધુવન સાગર સંગે તરવાનું
--રેખા શુક્લ

કાનજી વિરુધ્ધ કાનજી

સંસ્કાર નગરીએ કાનજી વિરુધ્ધ કાનજી 
 જુઓ રંગભુમિ જીતી ગયો
અંતિમ અપરાધ થઈ ગયો
થઈ અવાજ દેખાઈ ગયો
લટકતા ચિત્રમાં અણસાર ભરી ગયો !
....રેખા શુક્લ

Difficulties in your life don't come to destroy you but to help you realize your hidden potential
...unknown

ભીતર અડી લે અહીં નહીં......

ભીતર લાગણી નો મંદમંદ કલશોર
પ્રિય મને ના છેડ અટક રે ચિતચોર
--રેખા શુક્લ
ટહુકાવી લે ગગન ઉડી લે
પિંજરે લગન છેને અડી લે
મનહરે માધુર્ય માં જડી લે
ફાગણ નું છું ફુલ તોડી લે
---રેખા શુક્લ
ફળિયું ગાતું ગાન અહીં
પારણિયું મસ્તાન અહીં
બારણે  ગુનગાન અહીં
ભીંતરીયું મુસ્કાન અહીં
--રેખા શુક્લ
રટણ ઋણ ચુકવાય નહીં.  ..ખોઈ મૌજ સાહિલ  મહીં
રઘવાયા થઈ જીવાય નહીં...સોઈ શામ સાહિલ મહીં
...રેખા શુક્લ