ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014

પળો....

પળે પળે પાળો પળો...પળે પળે પલળે પળો
વધતી જાય ઘટતી જાય આ તે કેવી સાંધતી જાય
વડવાઇ પર ચઢી વેલ બસ પળમાં વળગતી જાય
પલળે પળો... પલળી પલળી પામો પળો
----રેખા શુક્લ

પળો
ક્ષણોની પોટલીમાં ભરી સુખ દુઃખની પળો
આવતા જતા નજરે પરિક્રમા કરે કૈં પળો
જિંદગીના નાના-મોટા ડૂમા સાચવે પળો
રમતે ભમતાં ખડખડાટ હાસ્ય ની કૈં પળો
ખોબો ભરી ને રડ્યા એવા સ્મરણ ની પળો
ફ્રેમમાં મઢાઈ મલકતી ક્ષણો જોવાઈને પળો
----રેખા શુક્લ