રવિવાર, 31 ઑગસ્ટ, 2014

કવિતા છે બહુમાળી


શબ્દો દઝાડે લો
ગરમા-ગરમ
"ઘાણ" નીકળ્યો
કવિતા ને ચસ્કો ચડ્યો
ફોટું ના પડે ફોટા લો
સ્પેશ્યલ એક 'કેફ' ચડ્યો
પડાપડી શબ્દ્કોષ
ને ભંડારિયું 
ટવીટ બાઈટે ચડ્યો
અહીં છબી કરે લો 
છબછબીયાં બાકી
કોરૂં કોરૂં ફોરમે ચડ્યો
ખોળતી રોજ ખબર ની મોજ
આ ખોજ-ફોજે વાદળે ચડ્યો
અંતે વરસાદી મા'ણ ચડ્યો
માળ ચણ્યો, હા 
કવિતા છે બહુમાળી 
આમ ભળી 
ખળ ખળ ચડ્યો 
----રેખા શુક્લ

હળવા થવુ


ખાલી થવું હળવા થવુ આમ ને આમ લાંબા થવું
એફબી માંથી મિત્ર મંડળ ઓછું કરી હળવાશ થવું
લોન-મોર્ગેજ-ભરતા ભરતા જીવનનું ટૂંકાવુ થવું
અક્ષર ફાડી ચિત્ર ઉપજે ભાળ કવિતા નું એક થવું
ફાડો ચિત્ર ને તરે માછલી હા તેનું ભાન ગુંચાંવાનું
ટેન્શન માં રચ્યો પચ્યો ખાસ તુજ થી કૈ ન થવું
બિકિનિ નો લાગે ભાર તો બિંદાસી આભાસ થવું
હોવું થવું મરવું જીવવું આમા સાચે શું શું થવું !
સાપની કાંચળી રઝળે તુજ "સ્પા" નું રોજ થવું
દેહ છોડી આત્મા નું દૂર ક્યાંક સ્વજન નું થવું
ભરે રંગો પેઈન્ટીંગ માં નાજુક સ્મિત ગુંથાવાનું
પાલવ પકડે રોજ લાગણી મિઠુ હાસ્ય નગ્ન થવું
----રેખા શુક્લ

હા વ્હાલ કરો ને....!!


જાત ભીંજે ભાત નીતરે સાંજ થઈ કામણ ચિતરે
ચાહ ભીંજે આસમાની ઓઢણી માં પ્રેયસી ભિતરે
-----રેખા શુક્લ


વળી ગયેલા ટેરવે નોનસ્ટોપ પંપાળે "બા" તો નાનકી એના પેટીકોટમાં બા હવે મારો વારો મને વ્હાલ 
કરો ને...!!
અરીઠા થી ધોયેલા સુંવાળા લાંબા વાળ જા તડકે 
બેસ કહી સુકાય ને ટોપરાનું તેલ નું માલિશ હા 
વ્હાલ કરો ને...!!
પ્રેમની લ્હાણી, લવ ની વાવણી, આરામ ખુરસીમાં 
ફરમાવે દાદુ ચશ્મા ચઢાવી, ચેહરા વાંચે હા વ્હાલ કરો ને....!! -----રેખા શુક્લ