શુક્રવાર, 15 માર્ચ, 2013

માછલી ની વસંત...!!


#### માછલી ની વસંત...!!...... ####
વસંત ની ખબર શું રૂડી માછલી ને મળતી હશે?
કુદકા મારતી સસલી ની જેમ તે પણ ખુશ થાતી હશે?......
નવા કુંપણ નો ધબકાર ને ચારેકોર કિલ્લોલ સંગ
ચોપાટી ના સ્ટોલ ની વાનગીની સુગંધ માણતી હશે?.......
માછલીઘરે પુરાઈ ને કાંકરિયે થાતી ચહલ-પહલ
રૂઝાતી રિઝવતી રંગીન માછલી ખુશ થાતી હશે?.......
=== રેખા શુક્લ........ 

બહારોમાં તરફડે...માછલી..!! .


#### બહારોમાં તરફડે...માછલી..!! ...... ####
બહારોમાં ફુલોની દુનિયા વિશાળ છે
સતાવે ક્રુષ્ણ રોજરોજ બાંધેલ પાળ છે......
જગતના દરિયે ફેલાયેલી એક જાળ છે
રૂવે રંગીન માછલી તરફડે જો આળ છે......
===-રેખા શુક્લ