સોમવાર, 26 માર્ચ, 2012

નહેરૂચાચા નો નકશો...!


પાડ્યા કરે પગલાં શ્વાસના, આભમાંનો એ રસ્તો
બોલે ચરખો, પેન-પાટીએ સુરજ કવિતા લખતો

ચાંદ બન્યો છે શિક્ષક તોયે, લોલી-પોપ ચગળતો
સળગતા વ્રુક્ષોના, નારંગી બર્ફ-ગોળાઓ ધરતો

વારંવાર હસાહસમાં, પ્રાસાનુપ્રાસ ઝટ ભેળવતો
વાછરડા ને વ્હાલ કરીને, મોહન માખણ ખાતો

ભાતભાતના ફુલોનો, વણાંક વાળો ત્યાં રસ્તો
રસ્તાને છેડે માનવી, રૂડા રમકડાં લઈને ફરતો

સરખા અકબંધ પગલાંની, રંગોળીને ચુમતો
હિંદનો નક્શો નાનકો, આશિષો ફરી વરસાવતો
-રેખા શુક્લ(શિકાગો)