રવિવાર, 19 ઑગસ્ટ, 2018

મેળો..વર્ણન ..


વ્હાલું શરણ તારું આભ નો છેડો
શોધતા મળે ધરણી લાગણી મેળો
---રેખા શુક્લ
વર્ણન ... !!
આંખ્યુ દોરે શબ્દચિત્ર  સાંભળો તો વર્ણન 
કાલુઘેલુ ભાવભીનું હસ્તુ મુખડું તો વર્ણન

આ રૂમ માંથી બીજા રૂમ માં સંતાવું વર્ણન 
સ્મૄતિ ઝાંખુ બાઝે અશ્રુ પલકે વરતું વર્ણન

એક લિસોટો ભીંતે ટાંગ્યો કેવું સુંદર વર્ણન
બદલાણું લો પાત્ર સાનિધ્યે વળગે વર્ણન

સ્વમાનભેર સાદી જિંદગી એજ એક વર્ણન
હાજરીના હસ્તાક્ષર ફોટા કર્યા કરે વર્ણન 

---- રેખા શુક્લ ૦૮/૧૯/૨૦૧૮

ખબરપત્રી


નથી પગ કે નથી પાંખો તોય હવા ચાલતી રહી 
મેજ પરથી ગૈ'તી પડી ધડી કાલે ય ચાલતી રહી

ફોન ફરી ચાલી પડ્યો નંગે પાવ લાશો ઢળી રહી
ધાંય ધાંય કેટલી ગોળીયો બસ આમ ચાલતી રહી

જૂઠ નહીં બોલે આયનો મળ્યા વિના નજર ઢળી રહી
મુખ બંધને બંધાઈ જુબાન ને ખબરપત્રી ભાગતી રહી

ટેકનોબલા યે ઉભી કરેલી ટેકનોસેવી થી બાતમી રહી 
જીન્દગી બંધ કરી, ધડકન શોધવા સંગાથી ચાલતી રહી
---રેખા શુક્લ

રવિવાર, 12 ઑગસ્ટ, 2018

इश्क ...इश्क


ओये बदमाश फरिश्ते...!!
पानी पर दिल जो भये
लो बारिशमें जले इश्क 
आंखोमें समंदर उभर गये
लो अंग अंग जले इश्क 
--- रेखा शुक्ला

તડકો ભીંજવે ઝૂમતો, બેશરમી વર....સાદ !! નટખટ થઈ ગયો માલદાર !!


લાગણીઓ ને ભીંજવી, મૂશળધાર વળગતો વરસાદ
રોમ રોમ તરસ્યો ભીંજવી, ધારદાર સળગતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર ...!!
કણકણ રીઝ્યું મંદમંદ મહેકાંઇ, સોડમ પીરસતો વરસાદ
પિયુપિયુ મદહોશ મોરલો, આંગણ નાચે પજવતો વરસાદ
નટખટ થઈ ગયો માલદાર...!!
વાદળ પછવાડે વાદળું, ઝાલું બુંદન ઝરમરતો વરસાદ
વારું તુજ પર મેહુલિયા, તરવરાટી ચૂમતો વર...સાદ 
નટખટ થઈ ગયો માલદાર...!!
-------  રેખા શુક્લ ૦૮/૧૨/૨૦૧૮

આર્યા


પકડી આંગળી ભાગતી જાય 
ગુનગુન કરતી ગાતી જાય
વાતુડી સંગ ચાલતી  જાય
'પ્લીઝ' કહી મલકતી જાય
આંખો એમ જ  હસતી જાય 
તરંગમાં આર્યા રમતી જાય
---રેખા શુક્લ 

બુધવાર, 1 ઑગસ્ટ, 2018

સપનું


સ્મરણ માં સપનું છળ થઈ ભળ્યું, લ્યો આખર મુલાકાતી નું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણી મીઠ્ઠી થઈ ફળ્યું. અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું
---રેખા શુક્લ