બુધવાર, 6 નવેમ્બર, 2013

ઝણઝણાટી


પગથી માથા સુધી ઝણઝણાટી થઈ વૄક્ષે
વરસાદ લાવે થરથરાટી પાનખરે !!
---રેખા શુક્લ
************************
 ટપાટપ ટપ ટપાટપ
પટાપટ પટ પટાપટ 

કાચો પાપડ પાકો પાપડ 
હવે તમે કંઈક ઉમેરો ને...

આવોને આંગણે


પોપટાં પોપટી પોપટ લઈ આવોને આંગણે
મોરલા મોરની મયુર લઈ આવોને આંગણે

તુજમાં  સાજણ લજામણી નો છોડ આંગણે
આંગણ ઝાંકળ પારિજાત સુગંધ છે આંગણે

લાગણી પાંદડે હેત ના ફૂલડાં ઉગે આંગણે
ઝાંઝરણું રણકાર ઝળહળ્યું પાયલ આંગણે
----રેખા શુક્લ 

નૄત્યનાટિકા


કેમેસ્ટ્રિની નૄત્યનાટિકાએ ચાહકનું આમ ભીંજાવું
ફ્લેટ દાદર, સોફાસેટે, તાળું કંઇ હોય મારવું
બંધબારણે બગીચો, મોટું લાંબુ તાડ ઉચું ઝાડવું 
૫x૭ ની ફ્રેમમાં સ્નેહ ની છબીમાં હોય બોલાવું 
ફેરફૂદડી ભાષામાં પાછું છવાઈ હોય ખોવાવું 
---રેખા શુક્લ

ઉફ બેઠી ભોળી


સુવાસ તો સૂર્યાની ને ઉમંગતો ઉમેશનો
પ્રભાવિત છે પરિચિત એક તારો ધૄવનો

પાંદડા વિનાનું કલ્પવૄક્ષ ને ડાળ સોનાની
ઉફ બેઠી ભોળી એક પારેવડી હુંફ વિનાની
---રેખા શુક્લ

રસદાળ ક્વોલિટી


શબ્દોની છાયાછબીલી રસદાળ ક્વોલિટી
અંકમાં વ્હાલી કવિતાઓ રંગાઈ રંગીલી
રૂપાળી ચટક મટક વાર્તાઓમાં લખેલી
વૄત્તાંત નો ઉત્સાહ વાચકો થી ભળેલી !
---રેખા શુક્લ

છે સાંકળ


કડક રેખા સબળ રેખા, છે સાંકળ કવિની રેખા 
કોમળ રેખા નર્તન રેખા, પ્રેરણા ચિત્રની રેખા
બિંદુ માં શાંત પડેલી અહીંથી તહીં લાંબી રેખા
હિમંતમાં શ્રધ્ધા જડેલી તિરાડોમાં તણાઈ રેખા
એક બિંદુ થી બીજા બિંદુ સુધી ગઈ નાચી રેખા
નૄત્યની મુદ્રામાં રેખા, વિચારોની છે તાળી રેખા 
સર્જન ચેતના જાગ્રત માળી ફુલડાંનીમાળ રેખા 
હાય-ફાઇવ કેહતા કરતા ચાહકથી ભીંજતી રેખા 
---રેખા શુક્લ

રસ્તા ને માપ્યાં


ટગર ટગર ગમતી ખિસકોલી ઉંચી થઈ જોયા કરે
આજુ બાજુ જોઈ રમતમાં રસ્તા ને માપ્યાં જ કરે !

જમતી જાયને ભમતી જાય રોજ કંઈ દઈ લેતી ડરે
ચૂપકીદી થી પટ પટ ભાગે નજર એની ગોતી ડરે!

માપ્યાં કરે કાપ્યાં કરે વખત આવે ઝાંખ્યા કરે
વરસાદી ટપકે ભાગંભાગ શેં દર્દને સાંખ્યા કરે !
...રેખા શુક્લ

ગ્રે વરસાદ


આકાશી આસમાની રંગી ચાદર ને આવી ગયો વરસાદ 
વાદળી યે ભરમાવ્યો બેરંગી ડહોળો પ્રસરી ગ્રે વરસાદ
શરમ વગરનો સૂર્ય સંગ નાચ્યો ઝાપટ્યો હો વરસાદ
તડ તડ તડ વિજળીએ ઝબૂક્યો પકડાઈ ગ્યો વરસાદ
કડકડાટી ને ગડગડાટી ચમકી વિજલડી એ વરસાદ
બે મીનીટ માં કોરોક્ટ ધરણીમાં સમાયો જઈ વરસાદ
....રેખા શુક્લ

ખરી જાય આપોઆપ


આપ્તજનોથી -સ્વજનસુધી
    હરણફાળ જંજાળ બધી
ખરી જાય સંબંધ 
    બીજ પાંગરી વસંતે
મરી જાય સંબંધ 
    થોડો જીવીત વસંતે
---રેખા શુક્લ

ફૂંકાઈ વાયરો ઉડાન દૂર થૈ સ્વજને 
ફંગોળાશે આપોઆપ પિંજરે સ્વજને
--રેખા શુક્લ

મિયાંઉ મિયાંઉ ચણ નું ચરણ...!!


એક સાથે ચાર-પાંચ ભાગી 
વળી આવી ને પાછી ભાગી
બિલ્લી પગલે છલાંગ વાગી
****************************
ખિસકોલી પાછળ સસલી જાગી
સસ્સા રાણા ની મૂંછ ચુમી ભાગી
મિયાંઉ મિયાંઉ માં ગઈ ને જાગી
*****************************
ચણ નું ચરણ માંગતા મળે મણ નું શરણ 
વણ વણ રોતું વેલણ ભેગું કરી ને  પેહરણ 
પરણ પુરણ તું જ પાછળ ભાગ્યું મરણ મરણ !
---રેખા શુક્લ

તારલા તરી રહ્યા આવીને પ્રસંગે


ધરણીને પવને ઓઢાડી ચાદર પર્ણોની ખાતર
ખાલી માળો છે વૄક્ષે ને પંખી માનવ ખાતર

જામ રમતો શશિ મેહફિલે માત્ર પ્રેમ ખાતર
આંસુ તારલા તરી રહ્યા આભે ચંદ્ર ની ખાતર
...રેખા શુક્લ


મૂળ ઉંડા સ્વાર્થના પરછાયા પ્રસંગે
પાનખરે સર્યા ઝાંકળ આવીને પ્રસંગે
--રેખા શુક્લ

રંગોળી થયું


લોક ખરીદે પ્રેમથી શોભાઈ ઉઠે લટકું મટકાઈ ગયું
અંગ મરોડી પ્રભાત પડ્યું હસવાનું અધુરુ રહી ગયું

ધૂળ ના થર નીચે બધી યાદ ઉપર તો રંગોળી થયું
આંખ છે કે પાણિયારું આજ ચોધાર ઉભરાઈ ગયું !!
---રેખા શુક્લ