ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

આભાસી ભાત છું

પર્ણ નું ગાન છું શ્વાસ નું ગુલાબ છું
અર્પણ તાન છું ઘાયલ પાયલ છું

તર્પણ જાન છું સુગંધિત ધુપ છું !
સમર્પણ જાત છું કોયલની કૂક છું

આભાસી ભાત છું તુજ થી ના દુર છું
માંગી લે ખ્વાબ છું તુજ નીજ પ્યાસ છું 
---રેખા શુક્લ

કાગળ ભીનું

કાગળ ભીનું
હરીશભાઈ જગતિયાઃ

આખો દિવસ લખ્યા કર્યુ ....
પછી આંખોને ભુસ્યા કરી .....

કાગળ ભીનું થતું રહ્યું......
ખાલીપે વાતું ઉગ્યા કરી.....

અક્ષરો એ ઘુંટયા કર્યુ
નામ તારું લખ્યા કર્યું

લઈ શ્વાસે ચુમ્યા કર્યુ
ચિત્તડું ચિતરાયા કર્યું
---રેખા શુક્લ (સહિયારું)