મંગળવાર, 6 નવેમ્બર, 2012

જાણીતા અજનબી ....


વિચારોની શેરીમાં વહે છે શ્વાસમાં સુગંધ
વહે સપનાનું આખુ પુષ્પોથી ગામ...... 
વસે ત્યાં જાણીતા શબ્દો ને ચિત્રો...
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
ને પરાયા પણ કેમ ના લાગો 
ઓણખાણ શું છે આપણી...??
જ્યારે તમે ઘેરી નિંદ્રામાં હો છો ....
તો સપનામાં મારા જાગો છો કેમ તમે?
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
મળી ને આપને દિલ ખુશ થાય
શું આપણો નાતો...
શું કામ ખોળું ને પ્રેમ કરું 
શું શું છે તમારું મારામાં ને મારું તમારા માં
જાણું ના કંઈ નહીં એવું છે શું મહીં અહીં?
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
આંખોએ આંખોની કહી દાસ્તા કે 
વાતોમાં હવે કોઇભીના રહી મજા
બે કદમ સાથે ચાલી જિંદગી પગલાં કાવ્યના પાડી
વિચારોની શેરીના જાણીતા અજનબી છો તમે ને
-------રેખા શુક્લ ૧૧/૦૭/૨૦૧૨