મંગળવાર, 19 નવેમ્બર, 2013

રાહ

સંવાદ હસે સ્વાદ ભળે સાદ પડધા પાડશે
મંજીલ ની રઝળપાટમાં રાહ કેદ થાશે !
----રેખા શુક્લ


હર વણાંકે અટકીને પાછું જોવાઈ જાય
કૂદી પડે બન્ને ધાર સ્મરણ જોડાઈ જાય
---રેખા શુક્લ

પેહલી મુલાકાતસહેલી કૈંક પૂછીને સતાવી જાય
પેહલી મુલાકાત યાદ કરી જાય

હથેલીમાં શિકાયત થઈ રમી જાય
સૂરજ ધુમ્મસે સોડ તાણી જાય

હા વાદળી તોય નવડાવી જાય
શાંત શું થયો ધરણી સફેદી જાય
---રેખા શુક્લ

ચોળી !! કાળજું !


કાંઠલા ની જગ્યાયે સ્ટેન્ડ આવ્યું....મટકી જગ્યાયે ગોળી
ઉભું કરાવ્યું રસોડું ત્યારથી દરદ ઘુંટણે આવ્યું ચોળી !!
--રેખા શુક્લ

બે શબ્દની વચ્ચે ધબક્યું કાળજું
કલમ ની ડાળે ટહુક્યું કાળજું !
---રેખા શુક્લ

ક્રિશ્ના


મૂકી દે તું પ્રણયકથા ડાળખી પર બેસાડી ક્રિશ્ના
ચપટીભર મીઠું છે શું તું? 
કે હા તારા વિના સઘળું ફિક્કુ લાગે મુને ક્રિશ્ના 
--રેખા શુક્લ

કૄષ્ણ છું


એકાંતમાં વરું મુજ કૄષ્ણને સ્મરૂં છું !
અંગીકાર થાય રોજ ભસ્મમાં ભળું છું

શ્રવણ તુજ ગાન રોજ તુજમાં મળું છું
અક્ષર ને શબ્દ વચ્ચે તુજમાં ખરું છું

વહી ને બુંદ બુંદ શ્વાસ માં જીવુ છું !
જ્ઞાન-ભાન-શામ-દામ-દંડમાં મરું છું
---રેખા શુક્લ