બુધવાર, 29 ઑગસ્ટ, 2012

The Late Mrs.Suvarna D Shah Poetry Festival- University of Florida. Gainsville. Florida

http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/  maara blog ni visit lejo ....5 session ma  mari recite karli kavita


1. Romance-Love-Sacrifice = ખુશી છું જોશ છું,ઉભરાતી લાગણી ઉમંગ છું....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છુંલોહીમાં ભળેલો પ્રેમ છું....કારણ કે હું નારી છું..!
2.તારા સત્કારમાં….!!!!

ખડકી ખોલીને બેઠી હું દ્વારે …તારા સત્કારમાં
મોસમનું નામ ખાલી,હ્રદયકુંજે ઝુમું…
 ફુલોની ફોરમનો લાવી ખજાનો… તારા સત્કારમાં
ઉરમાં મિલનની લાગી એક અગન… તારા સત્કારમાં...
3. સળગતો રહે શશિ તારા સંભારણામાં
  શબ્દોના ઝરણામાં વહેતા ફરે વિચારો
શિવાલયને અર્પણ સંવેદનાના સમીકરણો
   શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
second session-Wisdom phylosophical-humanity poems about India/america
1. બિકતા હૈ જહાં બિકતી હૈ જમીંબિકતા હૈ યહાં ઇન્સાકા ઝમીર,
પરાયે તો પરાયે રહે ,અપના ભી યહાં ક્યા કોઇ નહીં...
છુપતે હો તુમ પર્દે સે લગે , પર્દે પર કે તો તુમ હી નહીં,સુનતા હૈ જહાં જબ ચીખ દિયાસન્નાટો સે તો ડરતે નહીં...
I sang this one..
2.તું મઝાની વાર્તા….!!!

પથ્થરના રસ્તાનો વહેતો વ્યવસ્થિત વણાંક
   પાથરેલી છત્રીની બેઠકોનુ ભવ્ય રેસ્ટોરંટ
ખળખળ વ્હેતા પાણીના ધોધ ની સલામ
   પર્ણ વિહિન રોશનીના ઉંચા ઉંચા વ્રુક્ષોને
Comic no 3rd session 1.બચુ જી?
હુક્કા પાણી જલ્દી લાવો પંગત પાડો આંગણ જી
ક્યાંથી આવ્યા સાઢુજી સાથે લાવ્યા સાળા જી
 બચુભાઈ જોયા કરે કોઇ  આપે ધ્યાન જી
  free forum session # 4 
1.ગુજરાતીનુ ભાવતું ભોજન કવિતાનુ...
વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનુંમળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,લાગે કે સંગે ભગવાન  ભળી જવાનું..
session #5 Spiritual -relatives
तुम...!!
बिकता है जहां बिकती है जमीबिकता है यहां इन्साकां झमीर
पराये तो पराये रहेअपना भी यहां क्या कोई नहीं...
छुपते तो हो तुम पर्दे से लगेपर्दे पर के तो तुम्हीं नहीं
सुनता है जहां जब चीख दियासन्नाटों से तो डरते नहीं...

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

સુપરકેલી ફ્રેજ્લેસ્ટીક એસપીએલો ડોશિયસ...અંદાજ ક્યું ?


સુપરકેલી ફ્રેજ્લેસ્ટીક એસપીએલોડોશિયસ...અંદાજ ક્યું ?
સુપર વજહ જબ નિજી હો તો ટાંગ લડાયે અંદાજ ક્યું ?
વજુદ કા અંજામ સમસ્યા હો તો બેફિકર અંદાજ ક્યું ?
ઇજ્જત ઔર ઇન્સાફ હી ઇમાનદારી હો તો અંદાજ ક્યું ?
નિગાહે ઝુક જાયે યા વહી શાહી ખજાને તો અંદાજ ક્યું ?
જુઠ કો સચ માને તો ધોખા ભી, ફિર તો અંદાજ ક્યું ?
દિમાગ સે ના દિલ સે સોચા કરો તો અંદાજ ક્યું ?
પથ્થર નહીં પ્રુથ્વી ભી પિગલ જાય ઐસે અંદાજ ક્યું ?
ઇન્સાનિયત ઔર મજહબ ધરમ- કરમ અંદાજ ક્યું ?
નન્ગે-શર્મિંદા બચ્ચે કહેંગે કલસે ઐસે અંદાજ ક્યું ?
શામિલ લો કરો પ્યાર મજ્હબ મૈ તો ફિર અંદાજ ક્યું ?
મુબારક ઇદ યા દિવાલી ન અપેક્ષા તો અંદાજ ક્યું ?
નર્મ કસમેં ઔર ગર્મ વાદેં જીવન તો અંદાજ ક્યું ?
-----------રેખા શુક્લ

आप...!!


आप...!!
तखल्लुस मत लिजीये.. इन हथेली को रोक दिजीये....
बुझ गई है शम्मा अब ...तारीफ परवानेकी ना किजीये
तुटी सितार को बजाने मैं... पुरी जीन्दगी गंवादी...
सुबहां शाम लेके दिया ..हथेली जलाके रखदी...
हुश्न पे पर्दा करते है ....ये शिकायत न किजीये...
आवझ देके कब्र से... हमे जगा मत दिजीये...
---रेखा शुक्ला

બુધવાર, 15 ઑગસ્ટ, 2012

દિવાના તું જા...ના

સુહાના હૈ સમા મુસ્કુરાકે તું આ....ના
થોડી સાંસે ભરલું ફિરસે તું  જા......ના

સલામ હસરત કબુલ કર તું આ...ના
ચૈન પાયે ના તેરા દિવાના તું જા...ના

ગુલ ખિલાતા હૈ ચુપકે ચુપકે સે તેરા, આ...ના
તેરે આને સે મહેંકા મહેંકા સમા, તું જા.....ના

તુ ના હો તો રંગ રગો કા લગતા હૈ ફિકા આ...ના
ઇબાદત ઔર બંદગી, જીન્દગી લિયે જા....ના
----રેખા શુક્લ

રંગબેરંગી

કોણ તરે ને કોણ ડુબે પલળી
રંગબેરંગી માછલીઓ ઘણી
વ્હાલી લૈ વ્હાલી દે ચુમ્મી ઘણી
શ્વાસ લૈ લે ખુશ ખુશ વાણી
-રેખા શુક્લ

ફેસબુક ને થેક્યું.....


ઉડવા ને દીધું આભ ને ફેસબુક ને થેક્યું
ખિસ્સામાં લાવી પતંગિયા ફેસબુક ને થેક્યું
ચણ શબ્દોના ચણે પારેવાં ફેસબુક ને થેક્યું
પળ-પળ દદડે આંસુ હ્રદયના ફેસબુક ને થેક્યું
અધરે લાગણી ભીની આંખોમાં ફેસબુક ને થેક્યું
ફોટા ની બોટૂ કરાવે સે..ર ફેસબુક ને થેક્યું
વ્હાલપ નું વળી વ્હાલ કવિમાં ફેસબુક ને થેક્યું
જુસ્સો-ગુસ્સો-મજાક મશ્કરી ફેસબુક ને થેક્યું
અહીં જ સ્વતંત્રતા ને આઝાદી ફેસબુક ને થેક્યું
----રેખા શુક્લ 

બુધવાર, 8 ઑગસ્ટ, 2012

જંગલમાં બહારો નું ખિલવાનું….!!




દિકરીનું આવી ને બસ બેસી પાસે રડવાનું
વિચારું શું પુછું ગળે વળગાડી રડવા દેવાનું
જ્યારે ને ત્યારે છે બધાનું દુઃખી થાવાનું
આજ અચાનક તેનું દિલથી દુઃખાવાનું
મારા હાથમાં મમ્મી એના શ્વાસ મુકવાનું
દરરોજ નૂ હસીને કહે મને બોલાવાનું
જર્મન વિનિ નું  હવે ના રહ્યું રિબાવાનું
ઘણીવાર બુક વાંચી મારેરૂમે હસાવાનું
દિકરી આવને વાંચહવે કોણ કેહવાનું
બુક નું શ્વાસ વગર નિઃસ્તબ્ધ રહેવાનું
દિવાલ પાછળ બારીના દ્રશ્યનું થીજવાનું
હસીને બાળપણ માં વિનિ નું ભાગવાનું
કોણ કેહશે હવે બુકનું આગળ પતાવાનું
હાસ્ય રૂમ માં ફરીવળ્યું રૂદન ડુસકાનું
માયા લગાવી દરેકનું અહીંથી જાવાનું
રડીને કરી દે બાય આને તો સહેવાનું
પણ મમ્મી દર વીક નું  જોવાનું
વિચારેલું જંગલમાં બહારો નું ખિલવાનું
યાદ કરી પછી વ્યક્તિ ને ભુલવાનું
---રેખા શુક્લ


શનિવાર, 4 ઑગસ્ટ, 2012

ન્યાયી ને સાચા મોટા...


ગુરછો પાડી અરિસો રાખી બીજી ને તાંકતા રહ્યા
હાથમાં રૂપાળી રાખીને ચોપડીએ શોધતા રહ્યા
બીજાને ખરાબ દેખાડી ને જે સારા થતા રહ્યા
અડપલા કરવા મળે ઘણાને દીકરી માનતા રહ્યા
સાથ દીધા વગરની શીખામણ આપતા રહ્યા
સાચા સંબંધો પડતા મુકી મિત્રોને ચાહતા રહ્યા
સંતો ને સન્માન દેવા મુકી ધોળીયા પર મરતા રહ્યા
વખાણ તમારા ગમે તમને બીજાને છેડતા રહ્યા
છંછેડવા ને ટીખણી માટે તમે ઉશ્કેરતા રહ્યા
શબ્દોની રમત રમી તીખા વેણથી વિંધતા રહ્યા
બાળપણ-ભોળપણ-લાગણી ઠુકરાવતા રહ્યા
રડાવી તમે હસ્યા, માન આપીને અમે નમતા રહ્યા
કહેવાતા 'તા ન્યાયી ને સાચા મોટા લોકો રહ્યા
અમેં તો ભેંસ આગળ ભાગવત સંભળાવતા રહ્યા
જીવન મ્રુત્યુ ઉપરવાળો જાણે તમે ભગવાન થતા રહ્યા
-રેખા શુક્લ

ઓટલે....


બા જઈને બેસે મંદિરના ઓટ્લે
કોણે ક્યારેય જોઈ હોટલના ઓટલે?
જમાઈને દિકરાએ મોઢું ફેરવી લીધું ઓટલે
મોત ને પણ દયા ક્યાં ના આવી ઓટલે,
ફકત હૈયું રડે પણ કંઈ  કરે ઓટ્લે
જૈ દિકરી બેસે મંદિરને ઓટ્લે?
બાપ થૈ ને કહે દિકરો ઘડાઈ રહ્યો ઓટલે
નાનકો માહ્ય્લો  ચિમળાઈ રહ્યો ઓટલે
શા નો અભરકો પુરો કરો ઓટલે?
-રેખા શુક્લ

આ અબોલા એટલે... Julgalbandhi

અધૂરાં છ મહિનાના મુલાયમ સંબંધમાં આપણે 

પૂરાં છત્રીસ વખત થયેલા ધારદાર અબોલા..... :)
-Saket Dave...

અને એ અબોલામાથી પરિણમેલુ આપણુ અજોડ એકબીજાપણુ !
આખીયે રાતની આગોશમાં આંખ અને ઝોંકા વચ્ચે થીજી ગયેલી એક ક્ષણ....

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
ફોન ની બંને બાજુ શાંતિ ને વચ્ચે ગૂંચવાયેલો શબ્દો નો એક મારક સુસવાટો....

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
પાંખ અને પીંછા વચ્ચે આજ છૂટેલું એક અધૂરું પ્રકરણ...

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
ગોફણ અને ગીલ્લોલ વચ્ચેની હવાનું નાજુક આવરણ….

અરે ના ના, આ તો સમયનું લપસી ગયેલું એક ભીનું ઝરણ છે
આવ...ના તડપાવ...

ફેલાય છે અગન સ્વપ્ના બની પાંપણ ના કિનારે..
વિરહની આગમા જલતો ઉભો છુ પ્રતિક્ષાના સહારે

આ અબોલા એટલે...
એકને રેઢું મૂકી સ્હેજ આગળ નીકળી ગયેલું બીજું ચરણ...
હોઠ અને લાગણી વચ્ચે અટકી પડેલું એક પેલું અવતરણ...

આપણો આ અબોલાનો સંબંધ એટલે...........
સજળ આંખોમાં સંતાડેલો જડ સ્થિર સ્નેહ

આપણા આ અબોલા નો સંબંધ ઍટલે
આંખોમા છુપાયેલી લાગણીઓનો રણકાર.......

આ અબોલા ઍટલે
જિંદગીની તેજ રફતારમા હારી ચૂકેલા વિશ્વાસ અને લાગણીનુ દમન........

આ અબોલા એટલે હૈયા ને દિલોદિમાગ નો પ્રાસ...
પણ ... બસ અહીયા શબ્દોનો થઈ ગયો કારાવાસ

આપણો આ અબોલાનો સંબંધ એટલે........
શ્વાસ અને જીવ વચ્ચે રહી વસી ગયેલું મૃદુ આવરણ....

આ અબોલાનો સંબંધ પણ અજીબ
પળે પલ લેવાતી તારી કાળજીનો તારી સામે કરાયેલો ઈન્કાર

આપણા આ અબોલાનો સંબંધ એટલે...
ધારદાર શબ્દ બાણનું ભાથું મૂકી ને પણચ ચઢાવેલા ધનુષ ના અંગુઠા ને આંગળી નો સ્પર્શ....

આ અબોલા એટલે પ્રીતનુ ધસમસતુ ઝરણુ...
ઓળઘોળ મોજાંઓમા માયાવી શબ્દોનુ તરણુ..
મારા મન ના દરવાજા માં તાળું વાસેલું
આ તાળાને ખોલવા માટે ચાવી આપેલી
તેવીજ રીતે જીંદગી એ આપ્યું છે ઘડતર
શ્વાસ જો અબોલા લે તો અટકી જાય જીવતર....
આ આપણો અબોલાનો સંબંધ એટલે
એક જ સેજ પર પડખું ફેરવીને સુતેલા હું ને તું..

આ આપણો અબોલાનો સંબંધ એટલે
કોણ પેહલ કરશે મૌન તોડવાની ?રાહ જોઇને બેઠેલા હું ને તું

આ આપણો અબોલાનો સંબંધ એટલે
મારી આંખેથી ચોધાર આંસુઓની નિરંતર વેહતી નદી 

બારણાની ઓથે .....


શું ધારદાર તો  પાંપણોના તીર તું
પર્ણ પરથી ટપકતાં બુંદે વમળનૂ નીર તું
બારણાની ઓથે બન્ને બાજુ હું ને તું
પકડી હેન્ડ્લે ધ્રુસકે ચડ્યા'તા હું ને તું
ધડબડ ધડબડ દોડી નજીક આવી થંભી તું
બાથ ભીડી ને પકડી રોતી-રોતી ઉભી તુ
-રેખા શુક્લ 

નામ ....


ટુટિયું વાળીને સુતો તારો વિચાર સતાવે લળી-લળી
ટેરવે કોતર્યું નામ તારું જર્જરિત પાને હળી-મળી 
-રેખા શુક્લ

અશ્રુ સ્મીત .....


અશ્રુઓ સરી સરી ખંજનો ઉભર્યા કરે
ઘરની ખીંટીએ સુકવી લાગણી સર્યા કરે
મખમલી ને કરી યાદ સતત ખર્યા કરે
ધબકારે વારે વારે સ્મીત બની સર્યા કરે
-રેખા શુક્લ

ટપ- ટપ ટપકે વિચાર...


લે આજ ફરી તને હું તારી છું એમ કીધૂં છે ને
મનન કરી ફરી એક ઝાંઝવું પાછું પીધું છે ને
સવારનો ટપ- ટપ ટપકે તારો જ વિચાર ને
વરસાદી સાંજે મેહકે સતત વહેતું ઝરણું ડરી ને
પલાંઠી વાળી સમજીશ સંબંધે તો ઝુકશું જ ને
તુ આમ ઉભડક રાખે લાગણી ક્યાંથી સહેશુ ને
-રેખા શુક્લ

કાગળ ને ન વાગે...

તારી પાંખો નો ફડફડાટ સહે પારેવડુ શું?
ડાળે બેસી મોરલો કર્યા કરે ફરિયાદ શું?
ધોધમાર પડે ન પડે વ્હાલ ને ઓઢીશું ?
જાગેલી વાંછટે ખભે મુકી આંગળી શું?
શાને ઝુરી પુછે  છે તડકા ના વનમાં શું?
ફરફર ઉડતી લટ રોકે તો પાલવનું શું?
તાર ને ડાળ પર હારબંધ બુંદે તું  છું શું?
કાગળ ને ન વાગે જોજે પંકતિ વચ્ચે છું શું?
વ્હાલપ ના બે પગથિયે પા-પા પગલી શું?
-રેખા શુક્લ