શુક્રવાર, 28 જૂન, 2013

ઢગલી યાદો

તું કહે છે હયાતીનું તો હોવાનું
કોઈએ જઈ તેમાં કેટલું ખોવાનું
સંભાળીને મર્યાદાનું ભળવાનું
દરરોજ "રાવ" નું બસ રોવાનું
પછી કહે મન ક્યાંથી પરોવાનું
ટગર ટગર ઢગલી યાદોનું જોવાનું !!
--રેખા શુક્લ******************

દિલ શ્વાસો લઈ ફાટતું તો ય જીવી જાતું
દર્દ અધવચ્ચે જઈ કાટતુંને જીવ લઈ જાતું 
-રેખા શુક્લ***********************

ક્યાંથી ખ્યાલોનું ઝાપટું વાદળીમાં ભરાયું
આમ વરસતું સામટું ને કોરાકોરા રેહવાનું 
-રેખા શુક્લ****************************

રંગરંગ વાદળી ભાગી તંગતંગ વિજળીને લાવી
દંગદંગ ઝબુકી ભાગી સંગસંગ મેહુલિયો લાવી
....રેખા શુક્લ************************