શનિવાર, 27 એપ્રિલ, 2013

ઘરમાં લક્ષ્મી પધાર્યા


આકાશ જ્યારે પિતા બન્યો ખુબ ખુશ હતો ઘરમાં લક્ષ્મી પધાર્યા હતા. કોઈએ કાંઈ જુનવાણી નું મંતવ્ય રજુ કર્યું ના હતું. ત્રણ વર્ષ પછી પાછા સમાચાર મળેલા કે તેને ત્યાં ટ્વિન્સ આવેલ છે..લક્ષ્મી ને પછી બધા બસ મોટી કહી ને બોલાવતા... ના'ની લક્ષ્મીને પણ સમજાતું ન્હોતું કેમ?હરખાઈ ને રાજી ના રેડ થાતા બા ની સાથે ચંદા થોડા ઝભલાં લઈ ને ઉપડી. ફળિયા માંથી મોટી નો રડવાનો અવાજ સંભળાતો હતો...પણ ચંદા પર નજર પડતા તે રડતા રડતા બીજા રૂમમાં ભાગી ગઈ. આકાશ આવો આવો કરતો ડેલી એ દોડી આવ્યો...બેગ લઈ ને અંદર આવ્યો. મોટી ને બોલાવતા બા રૂમમાં આવ્યા કહે જોતો હું શું લાવી છું ..? બા ને ગળે વળગી ને રડતી આ ચાર વર્ષની લક્ષ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. બા તેને માથે હાથ ફેરવતા રહ્યા..થોડી વારે મનામણા થતા..નવાંગતુક પાસે આવ્યા. ચંદા તો એક ને લે ને બીજી ને રમાડે...બંને ના'ની પણ દુધ જેવી ઉજળી વાંકડીયા કાળા ભમ્મર વાળ ને મોટી આંખો...બે ઢીંગલીઓ ખુબ વ્હાલી લાગે તેમ હતી. બાનો હાથ પકડી ને મોટી કેહતી હા બા આ મારી બહેનો છે. બધા તેને જ રમાડે છે નવા નવા કપડાં ને રમકડાં આપે છે ને મને તો....કહી ને પાછી રડવા લાગી. ચંદાએ બેગમાંથી એક સોફ્ટ ટેડીબેર કાઢી ને તેના હાથમાં મુકી ને કહ્યુ કે આ તારા માટે ને કપડા ઢીંગલી માટે.

સુંદર મજાના ઝુલવાળા મુલાયમ રેશ્મી ફ્રોક જોઈ ને બધા ખુશ થયા....પછી બા એ કહ્યું આ કેમ રડતી હતી? ત્યારે આકાશ કહે તેને મોટી બહેન જોઈએ છે બા હવે તેને મોટી બહેન ક્યાંથી લાવી આપું? ટેડીબેર સાથે રમતી ને ખુશ થઈ ગયેલી મોટી ને જોઈ રહ્યા ને આકાશની વાત સાંભળી બધા હસી પડ્યા...રામે કરી જીદ ચંદ્ર ની તો થાળીમાં તેનું પ્રતિબિંબ બતાવી શકાયું પણ આ માંગ કઈ રીતે પુરવી? ને તે જ મોટી ને નવમાં વર્ષે તુલસીવિવાહ કરાવતા બા એ કીધું જો આ ચુંદડી ને ખણ ખણ થાતી બંગડી તુલસી ના છોડ પર ચઢાવ તો . કુતુહુલતા વશ મોટી એ પુછ્યું તો બા આ કેમ કરવાનું? બેટા લગ્ન થાય ને તો નવી ચુંદડી ને બંગડી પેહરાવાની..ઝટ દઈ ને મોટી બોલી "તો બા મારે પણ લગ્ન કરવા છે " બા કહે તુ મોટી થઈ જા પછી વાત....મોટી કહે હું મોટી તો છું જ .બા તેની જુની વાત ભુલ્યા ન્હોતા. હમણાં તો મોટી ના થાવા માટે રડતી હતી ને હવે ???
----રેખા શુક્લ ૦૪/૨૭/૨૦૧૩