સોમવાર, 5 ઑગસ્ટ, 2013

મપાતી રહે

થઈ જાય ને પાયમાલી
આવતું થઈ ને સવાલી

ઉભરતી રેહતી પ્યાલી
થતી નથી ક્યારે ખાલી

સમજું ના કેમ છે વ્હાલી
મપાતી રહે જાહોજ્લાલી

કેહવાના જોયા ખયાલી
હલતા ચાલતા હાથતાલી
----રેખા શુક્લ 

આસમાન સે ના લગે ખૌફ કૈસા...જમીં કે બંદો સે ડર લગતા ઐસા...!!

મોંધા ડામ

તજીને તમન્ના એનો અંજામ જોયો એણે
આખી જિંદગી થતા બદનામ જોયો એણે

વિસરી પિંખાઈ મુર્છિત જિંદગી ડામ એળે
ઉતર્યો હોય મસ્તીનો નશો આરામ એળે

મફત ખોદો ભળતો જામ લઈ નામ એળે
બહુ મોંધા કણે કળે દીધા ડામ તો એણે
---રેખા શુક્લ

તુટેલો ગ્લોબ પડ્યો છે ખુણે એકલો

તૂટેલ ગ્લોબ ને જોઇને... ૧૯૭૧ માં લખેલ છે તે “જેમનું તેમ” પોસ્ટ કરેલ છે 
ભૂલો ઘણી હશે પણ ભાવ અલગ હતો...કોઈ કવિ ભાઇ આને છંદ માં લખશે તો મને ખુશી થશે.. 

તૂટેલ ગ્લોબ પડ્યો છે ખુણે એકલો અટૂલો 
ઉપકાર નો બદલો ના માંગતો ઉપકારી 
હતો કૉ’દિન એ મંદિર ના ઘુમ્મટ પરે 
ને વળી હતો આરાધ્ય દેવ ના સર પરે 
ને પ્રકાશતો હતો ગૃહ ના દ્વાર પરે રે !
અજવાળતો ગૃહ ને, ના અભિમાન ધરે 
દીવાદાંડી બન્યો ચાલ અને રસ્તા પર
બતાવ્યા રાહ અનેક ને નિજ ઘર જવાને
ઉગાર્યા સર્પ કાંટા અને વળી ખાડા થી 
આજ પડ્યો છે એકલો અટુલો નિર્જીવ બની
હદય પણ એવું વરસાવે સ્નેહ અને અમી
તૂટે છે તે પણ એક દિન નિર્જીવ બની
નથી ઉપકાર એ ફરજ તેનો બદલો ના હોય 
માને એમ તો જીવ શિવ ને મળે
હિમતભાઇ (૧૯૭૧)  ***********************************

તુટેલો ગ્લોબ પડ્યો છે ખુણે એકલો
ઉપકારથી ભરેલો પ્રશ્નથી પર અટુલો

કો'ક્ના મન-મંદિરનો ઘુમ્મટ રહેલો
આરાધ્ય દેવ ના તો શિર પર ધરેલો

પ્રકાશ્યો ગ્રૄહ ના દ્વારે પ્રખંડ અજવાળેલો
દૂર અભિમાન થી પ્રકાશીને બસ રહેલો

દીવાદાંડી સમો ગૄહે અડગ જુવો ઉભેલો
ઉગાર્યા સર્પ કાંટાને વળી ખાડા ને એકલો

પથધારી પંથે નિર્જિવ બની આજ અટૂલો
હ્રદય કેટલું વરસાવે સ્નેહ અમી ભરેલો

તૂટે છે તે પણ એક દિન તો ય ભળેલો
ફરજ નો બદલો નહીં શિવે મળું ભળેલો

---રેખા શુક્લ (મારો નાનકડો પ્રયાસ)

વિસામો

માશુકા....
સફર આખરી અધીરી આંખનો વિસામો પાળે છે
કબર પાથરી બીડેલી આંખનો ચારસો તાળે છે
ખબર આદરી સીવાઈ આંખનો અરિસો ભાળે છે
સબર આખરી ભીડેલી આંખનો વારસો માળે  છે

જિંદગી....
અજવાળું લૂંટે સ્વપ્ન, દિવસ ખ્વાબ તાણે છે
અસવાર છુટો અશ્વ,સ્વ શીઘ્ર શ્વાસ આણે છે !
સરહદ સંબંધ ખુલી સડક તો ખુદ ની જાણે છે
ચાહત મા આશિક થઈ મશ્ગુલ શ્વાસ માણે છે !

ધર્મ....
ધર્મ એકલપંથી પ્રવાસી નું મુવિંગ પેકેજીન્ગ માંગે છે
ભર્યા કર્યુ ભાડું આખર નું મુવિંગ ચેકિન્ગ માંગે છે !!
----રેખા શુક્લ