રવિવાર, 1 જાન્યુઆરી, 2012

ગુલાબ..થરથરતું ને કાંપતું....

ક્યાં સુધી બર્ફમાં ઉભું રેહશે એક ગુલાબ..
બેફિકર બેશરમ ઠુંઠુ જઈ પડ્યું એક પાંદડીએ...
રડી પીગળ્યું બર્ફનું આંસુ થીજાઈનેય થરથર્યું...
સુસવાટાની છાલકે કચરાણું એક થીજેલ આંસુ..
શું ઇશ્કમાં બધાની હાલત આમ જ થાતી હશે..??
ક્યાં છે પ્રેમી શહેનશાંહ..???
ને મુમતાઝ નો તાજમહેલ..??
કચરાયા ન હોત આંસુ ના ઢેર તો શાયદ..
ઇમારત તો અહીં પણ બની હોત ને..!
....રેખા શુક્લ(શિકાગો)

સગપણ…

પુરાવા માંગે છે સગપણ ને માપ ભેટ થી કાઢે છે
રિસાય મમતા કે રિબાય અરમાન છતા
લોહી ચુસી ને અમસ્તા મરછરને બદનામ કરે છે

ઉપકાર નો સોળ પાડીને જખમને જીવતું રાખે છે
મરચું-મીઠું ને રાય નો તડકો નાંખે છે
વાત-વાતમાં ને અમસ્તા મર્દ ને બદનામ કરે છે

માંગી જાન લઈ લે તોય નિશાન છોડે છે
સાંધા મુકાય શરીરે તોય પ્રાણ સાચવે છે
ડોકટરો ને વકીલોને ખોટા અહીં બદનામ કરે છે
.....રેખા શુક્લ(શિકાગો)

સમય ને આધીન આ દુનિયા...

સમય ના પાશમા રુંધાય અહીં દુનિયા..
સમય માં જીવે-મરે સૌની દુનિયા..
સમાઈ સમય મા બસ અહીં દુનિયા..
સમય આવે ને જન્મે બાળકની દુનિયા..
ખોટો આવે સમય તો બદલાય અહીં દુનિયા..
હસાવે રડાવે કે કસોટીએ ચડાવે દુનિયા..
ભુલો જો તમે તો પાઠ ભણાવે અહીં દુનિયા..
નરી આંખે દેખાય વિશાળ દુનિયા...
સમાય પ્રેમમાં અરે મારી-તમારી દુનિયા...
પ્રથા પ્રપંચ પડકારના ચઢાવ ઉતારની દુનિયા...
અપનાવો તમે તમને, તમારા પગ મા દુનિયા...
રેખા શુક્લ(શિકાગો)