બુધવાર, 27 જૂન, 2012

જીવન સાથી..... (Julgalbandhi)

જીવન સાથી ની લાગી લગન  ને થૈ ગયા લગ્ન
ભરી આલિંગને વાતુ કરે ને થૈ જાંઉ  મગન
હસે ગુલાબી પાંદડીઓ  ને ગાલના ખંજન
કૈ રીતે મળે નજરું આ  તે કેવુ બંધન..!!
---રેખા શુક્લ


ધીમા પગલે રાત-રાણી મધુ નયનોમાં જીવન સાથી....
કલ્પના ને મળે હકીકત  શું કહો છો જીવન સાથી...
મહેંક તારી ને પ્રેમ  રગમાં તું તો છે જીવન સાથી..
મડાગાંઠ ના પડે જોજો સાચવશો ને જીવન સાથી....
-રેખા શુક્લ

દુઃખ ના સાથી..સુખ ના સાથી
સાવ સાચા તે જીવન સાથી
દરિયો દૈ દે ખોબા માં ને 
મુજ માં મળતા જીવન સાથી
-રેખા શુકલ


આંખોનું બંધાણ છે સાથી...
સ્પર્શ નૂં ખેંચાણ છે સાથી..
જીવનનું સંધાણ છે સાથી...
સાચું સગપણ જીવનસાથી..
-રેખા શુક્લશબ્દો....!!!


પોપટીયાની આંખે જોતા
શબ્દોના અહીં બને નાતા
ને શબ્દોથી વારી જાતા
તે શબ્દોથી દિલ  હારતા
શબ્દો ના છે ભઈ  કામણ
શબ્દોના છે સૌ મારણ
શબ્દો નું જો થાય  બંધાણ
શબ્દો જ  બને છે કારણ
-રેખા શુક્લ