બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

તુજ ની સંગ...

આછી છાલક ને ગમશે મીઠી રે વાંછટ
ધકધકતા હ્રદયને ગમે વર્ષાની રમઝટ
--રેખા શુક્લ

કેવું બંધન ...લાગણી

મળ્યા વગર છૂટ્ટા પડ્યા એવું જ કેમ લાગે છે
આ તે કેવું બંધન છે જે રોજ વ્હાલું લાગે છે ?
----રેખા શુક્લ

સમજ ના સમજે એ જ  લાગણી
અને સમજી ને કરે તોય માંગણી
સમજુ અણસમજ વીંધી કોરાણી
સ્પર્શી આયુ ને મૌસમી લાગણી
----રેખા શુક્લ

શબ્દો દાણા...

પડ્યા ઘસરકા જળે છે !
શબ્દો જ્યાં રમત રમે છે
----રેખા શુક્લ



ચણ ચણે મોતીના દાણા
અક્ષર એના હસ્તા દાણા
લખે છે ઝૂરતા,  એ દાણા
સેવે છે સપના,  લે દાણા
----રેખા શુક્લ