શનિવાર, 6 જૂન, 2020

ડાયરીના પાને


ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમ મંચ પરથી રેખા શુક્લના નમ્ર વંદન. ડાયરીના પાના-દેશમાટે શહીદ થનારા એ પણ ડાયરીના પાને  લખાણ લખ્યા કોઈએ કોઇને પત્ર લખ્યો કોઇએ મિટિંગ ને સમય નોંધ્યો. ભણાવતી સમયે પણ અમારા સાહેબ નોટમાં નોંધો કહી મહાન વ્યક્તિઓને ઉલ્લેખતા. એમણે કહેલા સુવાક્યો પણ લખાવતા. ગાંધીબાપુ વિષે ખુબ સરસ લખવાનું કહ્યું વકૄત્વસ્પર્ધા રચવામાં આવેલી. દેશ માટે અહિંસા થી લડત જળવાઈ ને આઝાદી અપાવી મારી ડાયરીમાં નોંધ તો લાંબી હતીઃ લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરૂ. સત્યાગ્રહને માર્ગે ચાલનારા આવા સ્વાતંત્ર્યસેનાનીઓને તો આપણે બધાએ નોંધ કર્યા જ હતા. પણ આઝાદી ની ચળવળ તો હિસંક તથા અહિંસક એમ બે પ્રકારની હતી. ગાંધીવાદીઓ હત્યા-ખૂન લૂંટફાટ કરતા નહીં તેથી કાયદો માનનાર ને બહુ બહુ તો જેલ માં પૂરી દેવાતા.કાયદેસર કેસ ચાલે ને સજા મળતી.પણ ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોધ્ધાએ આપ્યા હતા. કારણકે તે અહિંસાવાદી ન હતા. સ્વામી સચ્ચિદાનંદનો
લેખ જ્યારે વાંચ્યો ત્યારે બીજા કેટકેટલા ના નામની નોંધ લખાઇ જેમ કે ગુજરાતના ખેડા નગરના શંકરભાઈ ધોબી , ઉંમર માત્ર ૧૪ વર્ષ ઝંડો લઈને અગ્રસ્થાને હતા પોલીસની ગોળીનેઆધીન બન્યા આમ  રસિકલાલ જાની, ભવાનભાઈ પટેલ, બચુભાઈ નાયક , ગુણવંતભાઇ શાહ, નરસિંહભાઈ 
રાવલ, રમણલાલ મોદી. ધીરજભાઈ મણિશંકર, કુમારી જયવંતી સંધવી, વગેરેની નોંધ ચાલુ રહી. આઝાદીની લડતમાં કૂદી પડેલા રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોઝાવર કરનાર શહીદોને વંદન કરી ડાયરી બંધ કરી હું સ્ટેજ પર આવી. વિધ્યાર્થીગણ, માનનીય શિક્ષકગણ, મુરબ્બી પ્રિન્સિપલ સાહેબ અને મારા ભાઈ બહેનો ઃઃઃ  ને હુ પરસેવે રેબઝેબ .. કઈજ યાદ ના આવે ને હું ઝબકી ગઈ. મારી સામે પડેલી મારી ડાયરી મારી સામે તાંકતી પડેલી. શ્રી. ફાધરવાલેસ નો લેખ ગુજરાત સમાચારમાં આવેલો ને શ્રી ભૂપતભાઈ વડોદરીયાને હુલ્લડનો લેખ પણ મોકલવાનો છે.... એમ નોંધી મારી ડાયરી પર પેન મૂકી હું તૈયાર થવા ચાલી.અસ્તુ.