રવિવાર, 14 એપ્રિલ, 2013

પાછળ પાછળ ...


દાંતણ થી ટુથબ્રશ સુધી
અરીઠાથી ડ્રાય શેમ્પુ સુધી
શેરડી-શીંગચણા થી
પીઝા સુધી...
મા-દાદી થી ગર્લફ્રેંડ સુધી
બધુ એકરસ થૈ ત્યાં સુધી
ના પાડુ નહીં ત્યાં થી
હા સુધી....
બધુ પાછળ પાછળ ચાલ્યું અહીં સુધી
--રેખા શુક્લ 

સમય જબ થમ ગયા થા કમ પડ ગયા થા......


મિશાલ ને ડીપાર્ટ્મેન્ટ સ્ટોર માં કામ કરતા જોઈ હુ ખુશ થયેલી...એક ની એક દિકરી ને પરણાવી ને જાણે પોતે ખાલી થઈ ગયેલી. ચાર વર્ષના ગાળા બાદ આજે મળી તો ખુશ ખુશ નજર આવેલી..વાતવાતમાં ફોટો કાઢી ને બતાવ્યો કે આ મારો છે ડરતા ડરતા મે ધીમે જોયું એકદમ સરસ ગોલડન રિટ્રીવર ગલુડિયું..ચાલો તે હવે ખુશ છે એકલી નથી. હમેંશા ખુબ મહેનતુ તો હતી જ પણ હવે એકબીજા વગર રહી નહોતા શકતા.બે વર્ષના લાંબા સમય બાદ ફરી દેખાઈ કહે તે બિમાર છે.. પણ તને શું થયું છે મિશાલ...?
મને તો કઈજ નથી થયું તેમ કહી ફોટો કાઢ્યો તો મારી આંખે ઝળઝ્ળીયાં આવી ગયા...! ડોગ આઈસ્ક્રીમ તો ક્યારેય નથી ખાતો પણ મારા ખોળામાં બેસીને કાયમ મારો આઇસ્ક્રીમ ખાય.કામેથી પાછી ફરું તો પછી હાથમાંથી નીચે ના મુકુ...આ મારું લાસ્ટ વીક છે હું હવે કામ છોડું છું ...યુ નો હી નીડ્ઝ મી...!  હું વિચારતી રહી...ને ગજબ ના પ્રેમ ને નિહાળી રહી...જરાક સારા બોલ, એક સુંવાળો સ્પર્શ, કે જેમાં થઈ જાય છે પ્રેમ ને સમય થંભી જાય છે કે શું...ને બસ પછી તો ફરી ફરી ડોકિયાં તે થંભી ગયેલા સમયમાં..રોઝ નો ફોન આવેલો મિશાલ પાસે જવાનો તે એકલી થઈ ગઈ છે પાછી....! નહોતી જોવી પણ સાવ સુકાઈ ગયેલી...ઘરે આવી ને ઘરાઈ ને રડી પણ રોઝ ને પુછ્યું કે બીજો તેના જેવોજ લઈ આવીયે તો...!! સમ હાઉ વી ફાઉન્ડ હીમ !!એક સુંદર સરપ્રાઈઝ મળતાં ફરી જ્યારે ખુશ જોઈ...તે સમય ન્હાનો હતો...ફિર સે થમ ગયા સમય જો કમ પડ ગયા... હા આ વખતે આઇફોન માં કાયમ માટે થમ ગયા થા...રેખા શુક્લ