રવિવાર, 4 ઑગસ્ટ, 2013

શું માનું હું...માને તો મુજમાં તું

ભઈ શબ્દોનો ખળભળાટ છે..
માને તો મુજમાં તું ...
ને તું કહે છે ચિતચોર છે
ભઈ અક્ષરોનો સળવળાટ છે...
માને તો મુજમાં તું...
ને તું કહે છે મનમોર છે
ભઈ ભીતરે ચળવળાટ છે...
માને તો મુજમાં તું...
ને તું કહે છે કે કલશોર છે
ભઈ ખળખળ વેહતી રઝળપાટ છે...
શું માનું હું...આજ તો ઘટા ઘનઘોર છે
----રેખા શુક્લ