બુધવાર, 5 જૂન, 2013

વ્હાલ ઓરાવ્યા...!

બાંધણી ની ઓઢણી એ સુવડાવ્યા બરફ ના તાંપણે ઓગાળ્યા !
મુજ ને મળી ગળે સંગે વળગાવ્યા હેમાળા ગળ્યા ને પાછા વળાવ્યા
બળ્યા પગલા દાઝ્યા હાથ -દરણાં દળતાં વ્હાલ ઓરાવ્યા...!
---રેખા શુક્લ 

વરસોથી સંઘરી રાખેલી કવિતા તુજ ની ગાંઉ છું; 
મમતાથી ભરેલી મુજની આંગળીયો ભાળું છું
પગલાં તુજના લાગે કળી ઓ પાથરું ફુલ જાણું છું; 
કહ્યા વિણ રહું નહીં મુજ બાળ તુજ ને ચાહું છું
--રેખા શુક્લ

ટપટપ મારા પુષ્પો ખરતા 
તારી નીંદ ના તુટે 
જાગો તુ જ જાગે મુજ જીવન જાગે 
ધીરજ મારી ખુટે ...જાગો.....
મારા ઉર ના અણુએ અણુમા જાગો જીવન સ્વામિ....!!

નદી ઓઢીલે દરિયા ને

ચુપચાપ પાના ચિત્ર્યાં કરે મૌન શબ્દો લખ્યા કરે
ઉઘડતી અધર પંખુડી મહીં શ્વાસ થઈ રચ્યા કરે !
---રેખા શુક્લ

સ્મિત કરીને સળગતા
રડી ને દિલ બેહલાવતા
સંજોગોના પાલવે અટવાતા
યાદ ની સુગંધે જીવતા !!
---રેખા શુક્લ

નદી ઓઢીલે દરિયા ને સમજી ને ઓઢણી......
તેની ખારાશ ને વગોવે જ્યારે ત્યારે દરિયાને ઠપકો મળે 
ખળ ખળ વહી આલિંગન દે નદીયુ રાધા થઈ  હરદમ ભળે
---રેખા શુક્લ

હેપી બર્થ ડે રવિ....!!

ઝુલાવ્યો મે રવિ પારણિયે
મ્હાલ્યો તો સુર્ય આંગણિયે
પા પા પગલી ભરતો !!
ચાલ્યો'તો મુજ સંગ પ્રાગંણિયે
મુજની હારે ઝાલી આંગળિયે
પુરા થાય તુજ અરમાનો 
પ્રભુને ઝુલાવું ભજન વાણીએ
---રેખા શુક્લ