રવિવાર, 28 જુલાઈ, 2013

પાટીપેન

પાટીપેન પર બારાખડી સંગ ઉભા પાડા
જીવનભર બાદબાકી ને ભાગાકાર આડા
એક મુગ્ધ ખુશી ને તાંતણે વાદળ જાડા
ઓરૂ મુંગુ આંધણને તાંપણે દુઃખી દા'ડા
--રેખા શુક્લ

શ્વાસો પાંખો....

ચંદ શ્વાસો ક્ષણમાં થાય ભડકો
ઉભાઉભા તપ્યા કરો થાય તડકો

આશાના માળે ચાંચો ને પાંખો
શબ્દ અર્થના ડાળે ઝુરતી આંખો
--રેખા શુક્લ

પ્રથમ કિરણે

બિંદુ થી રચાણી કૄતિ આક્રુતિ ની ભુંસાય તો ભુંસી જો
મોરપીંછી લઈ ચિતરી શકે તો લે આકાશ ચિતરી જો

આબોહવાની હવા જો ભીંસી શકે તો ભીંસી તો જો
શબ્દોથી ભજન માં રાગથી ભાવે આસ્થા લાવી જો

મૌન અકળાવે તો પણ સાચે મુંગો થઈ તો જો
જિંદગી આંખે દેખી અંધાપે ઘડપણ જીવી તો જો

થાકી ને સાંજ સુતી અર્પણ પ્રથમ કિરણે પ્રકાશી જો
હરણું જોતું વ્હાલ ડરતું તેનું ધકધક હૈયુ થઈ તો જો 
----રેખા શુક્લ 

તારી પુકાર

ભજનની શૈલી હું ક્યારેક ધાર
સાંભળવા રાધા હું તારી પુકાર 
અવાજે  અલ્ફાજ નો રણકાર
કિશન રગરગનો તો ધબકાર
----રેખા શુક્લ