મંગળવાર, 17 નવેમ્બર, 2015

હુંફાળો અવસર

શિક્ષિત સસલીએ ઝૂંપડી નું કર્યુ વાસ્તુ ને સજોડે સાત ફૂટની ટેકરીએ ઉજવ્યો મિત્રો સંગ એક હુંફાળો અવસર ને આમ જ હોશ ના હલેસાં થી હંકારી જીવન ની હોડી ને તે પ્રસંગ બની ગયો...બાકી તો પાનખર ને રહે છે પ્રતિક્ષા માત્ર વસંતની જ !! ને કોઈ ગણગણ્યું કે....
પાયલ સંગ નાચે ઘુંઘરૂ ઘુંઘરૂ રે...
બજા સંગ ભોગે ડમરું ડમરું રે...
ઐય ઐય ઐય ઐય ઐય ઐયે ઐય રે...
રંગ લે ચુનરીયા મોરી મોરી રે...!! 
-----રેખા શુક્લ



ભાડાની ઓરડીએ સિફારીશ પોઢેલા ચંદ્ર ને
અસ્તાચળે નવજીવનની વાટે હથેળીના ચંદ્ર ને
ભજુ તુજને કરતા ગુજારિશ પોઢેલા ચંદ્ર ને
ડૂસકાં ની દિવાલ ટપી ને ભાળ હથેળીના ચંદ્ર ને
=====રેખા શુક્લ

કોરા કાગળે ઝાંકળ ભર્યા શબ્દો મહીં જોયા તમને યાદ છે
ટાંક્યા મોતી ને સુગંધ છેક હ્રદય સુધી રહી સહી યાદ છે !
======રેખા શુક્લ