ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013

ફટાકડી


મલકને માથે છોગા દીઠાં ને તો છળ્યાં
તમે સુવાસના રહ્યા દરિયા કહી ભળ્યાં
ઓળખી આજ હવે કાલ જીવવા મળ્યાં
અનેરી ભાતો કવિતા પગલીએ વળ્યાં 
અક્ક્ડફક્ક્ડ ટક્કર માં શું ભમ્યાં
અસંભવ છે સંભવ ને ...કહી
અત્તરના પૂમડાં ફટાકડીએ ફૂટ્યાં ..!
--રેખા શુક્લ

પાનખર જોને


એક જણ ને જોંઉ છું પરમાત્મા રંગે રંગાયા છે
પાનખર જોને ચૂકવેછે દામ અશ્રુથી રંગાયા છે

આરઝુ ક્યાં વિશ્રાંત ને લઈ આવશે રંગાયા છે
ઓઢવાને સફેદ રંગ સુવા મેઘધનુ રંગાયા છે 

મહિમા એ પરિસંવાદ પારિજાતનો થવાનો છે
અધ્યાત્મક ગુરૂ પથનો પ્રદર્શક જ થવાનો  છે

એક્વાર નિભાવી લે બરોબરીનો સંબંધી જ છે
દિલની વસંત પાંગરી સંબંધ લાગ્યો સારો છે 
----રેખા શુક્લ

તારણ



ખોવાય છે અહીં  શું હોશ કૈં આંખો આંખોમાં
કૂકડે આવી કરી મૂકી કૂકડેકૂક જુઓ પાંખોમાં
સૂરજ ને ઉડ્યા છાંટા પેપરો પડ્યા આંગણમાં
દૂધવાળો કરે દોડાદોડ લો ધાડ પડી દિવસમાં
નજીક આવે અંધારપટમાં કે શું થશે સવારમાં
જ્યોતનું તારણ ગુમાવી સાચવે છે અજવાસમાં
---રેખા શુક્લ